સ્કૂલોની દાદાગીરી! સુરતની 90 ટકા શાળાઓનું વાલીઓ ઉપર ફી ભરવા દબાણ, ફરિયાદો છતાં કાર્યવાહી નહીં


Updated: June 15, 2020, 3:50 PM IST
સ્કૂલોની દાદાગીરી! સુરતની 90 ટકા શાળાઓનું વાલીઓ ઉપર ફી ભરવા દબાણ, ફરિયાદો છતાં કાર્યવાહી નહીં
ફાઈલ તસવીર

સરકારની સૂચનાઓ છતાં શાળાઓ દ્વારા સતત દબાણ કરતા સુરતમાં વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે અનેક જગ્યાએ ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસ (coronaviurs) લોકડાઉન (lockdown) ખુલતાની સાથે જ સુરતની મોટાભાગની સ્કૂલો દ્વારા ફરીથી ફી મુદ્દે વાલીઓ ઉપર જે રીતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે એ રીતે સુરતમાં વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે. જો કે સરકર દ્વારા લોકડાઉનના કારણે લોકોની હાલત બગડી રહી છે. ત્યારે આર્થિક સંકડામણના સમયમાં સરકાર દ્વારા સ્કૂલોને ફી અંગે કોઈ દબાણ ન કરવાના સૂચન કરવામાં આવ્યું છે. જોકે, સરકારની સૂચનાઓ છતાં શાળાઓ દ્વારા સતત દબાણ કરતા સુરતમાં વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે અનેક જગ્યાએ ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી.

કોરોના વાયરસના સંક્રમણ અટકાવ માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે લોકડાઉના કારણે લોકો વેપાર ઉધોગ બંધ હોવાને લઈએં લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ છે. ત્યારે લોકડાઉન છુટછટો આપતાની સાથે સુરતમાં સ્કૂલ દ્વારા વાલીઓ પર ફરી મુદ્દે સતત પ્રેસર કરવામાં આવી રહ્યું છે. જોકે લોકોના બે મહિના વેપાર ઉધોગ બંધ હોવાને લઇને સરકાર દ્વારા પણ દબાણ નહીં કરવામાં આદેશ વચ્ચે સુરતની સ્કૂલ દ્વારા અનેક રીતે ફરી વસૂલવામાં આવી રહી છે.

ત્યારે વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે કેટલીક શાળા ઓનલાઇન અભ્યાસને લઈને ફી માંગી રહી છે. તો કેટલીક શાળા પરિણામ અટકાવી રહી છે તો કેટલીક શાળા નવા સત્ર સારું કરવા માટે ફરી માંગી રહી છે. તતો કેટલીક શાળા આગળના વર્ગમાં જવા ફોર્મ ભરવું પડશે અને ફોર્મ જોઈતું હોય તો ફી ભરવા માટે સતત દબાણ કરી રહ્યા છે.

જોકે આવનારા સત્રની ફરી તો ઠીક પણ લોકડાઉન ને લઈએં જે સમયે બાળકો સ્કૂલ નથી ગયા તેની પણ ફરી માંગવામાં આવી રહી છે. સુરતની 90 ટકા સ્કૂલ આજ રીતે સતત દબાણ કરી રહી છે. ત્યારે શારદાયતન, તાપ્તી વેલી ગજેરા ડીપીએસ સાહિતિની તમામ સ્કૂલમાં ફી અંગે વાલીઓ સતત વિરોધ નોંધવી રહ્યા છે.

જોકે નાના બાળકોને સરકાર દ્વારા જાહેરાત બાદ ઓનલાઇન અભ્યાસને લઈને પણ દબાણ કરવામાં આવે છે. જોકે હજી તો સત્રુ શરુ નથી થયું ત્યારે પુસ્તકો ખરીદવા સાથે જો પુસ્તકો જોઈતા હોય તો ફીના નામે સતત દબાણ કરવાની અનેક ફરિયાદ સામે આવતા વાલીઓ દ્વારા બનાવામાં આવેલા વાલી મંડળ દ્વારા સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી એઆરસી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકરને સતત ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં.

આ વાલીઓ આવી શાળા સામે લડત કરવાના મૂડમાં છે કારણકે લોકડાઉનને લઈને લોકોની આવક બંધ છે. છતાંય પોતાની આવક અને શિક્ષકો પગારના નામે જે રીતે દબાણ કરી રહ્યા છે. ત્યારે આવી શાળા સરકારની ગાઈડ લાઇનનું પાલન નથી કરતી અને સરકારને પણ નથી ગાંઠતી તેવું લાગે રહ્યું છે.
First published: June 15, 2020, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading