નિલકંઠવર્ણી વિવાદઃ માયાભાઇ આહીર સહિતના કલાકારોએ એવોર્ડ સ્વીકારતી વખતે શું કહ્યું હતું?

સુરત સહિત ગુજરાતમાં નિલકંઠવર્ણી વિવાદ દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ખુલાસો થઈ ગયો હોવા છતાં છેલ્લા બે દિવસથી કલાકારો એવોર્ડ પાછા આપી રહ્યા છે.

News18 Gujarati
Updated: September 13, 2019, 7:01 PM IST
નિલકંઠવર્ણી વિવાદઃ માયાભાઇ આહીર સહિતના કલાકારોએ એવોર્ડ સ્વીકારતી વખતે શું કહ્યું હતું?
માયાભાઇ આહિરની તસવીર
News18 Gujarati
Updated: September 13, 2019, 7:01 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરત સહિત ગુજરાતમાં નિલકંઠવર્ણી વિવાદ (Nilkanthvarni controversy) દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ખુલાસો થઈ ગયો હોવા છતાં છેલ્લા બે દિવસથી કલાકારો એવોર્ડ પાછા આપી રહ્યા છે.  ત્યારે એવોર્ડ (Award)સ્વીકારતી વખતે કલાકારોએ એવોર્ડને પોતાનું નહીં પણ કલાનું સન્માન ગણાવ્યું હતું સાથે જ સ્વામિનારાયણ (Swaminarayan)સંપ્રદાય દ્વારા કલાને જીવંત રાખવાની ચિંતા કરીને કલાને ઓક્સિજન એવોર્ડ થકી આપ્યું હોવાના ભાવ રજૂ કર્યા હતા જે અંગેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social media)સામે આવી રહ્યાં છે.

એવોર્ડ સ્વિકારતી વખતે માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, આ દેશમાં કલા પણ પાછળ ન રહી જાય તેની ચિંતા મહાપુરૂષોએ કરી છે. આ એવોર્ડ.. એવોર્ડ નથી પણ મૂરજાતી કલાને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે અને કલાકારોને કલાની ધરોહરને આગળ વધારવા મદદરૂપ થશે. આ મારૂં સન્માન નથી આ કલાનું સન્માન કરવામાં આવ્યું છે.

એવોર્ડ સ્વિકારતી વખતે કલાકાર અનુભા ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વજો બ્રહ્માનંદ સ્વામી,દેવાનંદ સ્વામિ,પૂર્ણાનંદ સ્વામિના ચારણ મહાત્મા ધર્મકૂળે ચાલ્યા અમે ત્યાં પહોંચ્યા કે નહી પરંતુ બે આંસુ તો સારી શકીએ. સંસ્કારો લોહીમાં ઉતરે જ છે. અઢી સો વર્ષોની આ પરંપરા છે.અમે તો અમારા પૂર્વજોના કેડે ચાલીએ એ પણ ઘણું છે. ધર્મના કેડે લોહીના સંસ્કારો બદલાતા નથી.

આ પણ વાંચોઃ-મોરારિબાપુ અમારા બાપ છે, તેમના વિશે ખરાબ સહન કરીશું નહીં : હેમંત ચૌહાણ

જીગ્નેશ કવિરાજે કહેલું કે,મારી નાની ઉંમરમાં મને બહુ એવોર્ડ મળ્યા નથી પરંતુ ભવિષ્યમાં ગમે તેવા એવોર્ડ મળે આ એવોર્ડ આજીવન ભૂલાશે નહીં. રત્નાકર લોકગીતનો એવોર્ડ અને મારી વાણીથી સંતો રમ્યા એટલે મારી વાણી પવિત્ર થઈ ગઈ..

સોશિયલ મીડિયામાં થઈ કોમેન્ટ
Loading...

એવોર્ડ પરત કરવા અંગે સોશિયલ મીડિયામાં યુઝરે લખ્યું હતું કે, એક તરફ જ્યારે વિવાદ શમી ગયો છે ત્યારે કલાકારોએ ફરીથી આ પ્રકારે વિવાદને ચગાવ્યો તે યોગ્ય નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, એવોર્ડને ઓક્સિજન ગણાવ્યો તો ઓક્સિજન પરત કેવી રીતે કરી શકાય. માણસ ઓક્સિજન વગર જીવી કેમ શકે. આ પ્રકારની કોમેન્ટ સાથે વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...