સગીર ભત્રીજી પર વારંવાર દુષ્કર્મ આચરી ફુવાએ ગર્ભવતી બનાવી, આજીવન કેદની સજા

News18 Gujarati
Updated: November 19, 2019, 10:20 AM IST
સગીર ભત્રીજી પર વારંવાર દુષ્કર્મ આચરી ફુવાએ ગર્ભવતી બનાવી, આજીવન કેદની સજા
સગીર બાળકીની માતાએ આ અંગેની ફરિયાદ 26 નવેમ્બર 2015માં નોંધાવી હતી.

સગીર બાળકીની માતાએ આ અંગેની ફરિયાદ 26 નવેમ્બર 2015માં નોંધાવી હતી.

  • Share this:
સુરત : સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજીને ફૂવાએ એક વર્ષ સુધી બળાત્કારનો ભોગ બનાવીને ગર્ભવતી બનાવી હતી. આ આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 2015માં આ આખી ઘટના અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જાણો આખી ઘટના

આ આખી ઘટનાને વિગતે જોઇએ તો, આજથી આશરે ચાર વર્ષ પહેલા સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુઆ ગુલામ યુસુફ ગોરૂ મિયાં ગુલામ રસુલ શેખની પોલીસે પોક્સો એક્ટ તથા સગીર પર દુષ્કર્મ આચરીને ધમકી આપવાનાં કેસમાં ઝડપી પાડ્યો હતો. સગીર બાળકીની માતાએ આ અંગેની ફરિયાદ 26 નવેમ્બર 2015માં નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાના મકાનમાં ભાડેથી રહેતા નણદોઈ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂ મિયા શેખ સગીરા સાથે ઘરમાં સફાઈ કામના ઇરાદે બોલાવી તેના પર દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકથી વધારે વાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. જે અંગે સગીરાનું પેટ દેખાતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી. જે તબીબી રિપોર્ટમાં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું બહાર આવતા માતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતા આરોપી ફુઆ ગુલામ રસુલ શેખે છેલ્લા એક વર્ષથી શરીર સંબંધ બાંધી ધમકી આપતો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : PGમાં રહેતી મહિલાએ દારૂ પીને ધમાલ કરતા ધરપકડ થઇ

આજીવન કેદની સજા સાથે એક લાખ રુપિયાનો દંડ

આ કેસમાં સેશન્સ કોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા એપીપી દિગંત તેવારની રજુઆતોને માન્ય રાખી આરોપી ગુલામ રસુલ શેખને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને સગીર બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના ગુનામાં આજીવન કેદની સજા સહિત એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે જ આરોપીએ ભોગ બનનાર કિશોરીને પચાસ હજાર વળતર આપવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading