હાફિઝ સઈદની સંસ્થા સાથે કનેક્શનનો ઘટસ્ફોટ, સુરતમાં પ્રથમ વખત NIAના દરોડા

News18 Gujarati
Updated: January 25, 2019, 11:50 AM IST
હાફિઝ સઈદની સંસ્થા સાથે કનેક્શનનો ઘટસ્ફોટ, સુરતમાં પ્રથમ વખત NIAના દરોડા
વલસાડ એનઆઇએની ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડ્યા છે.

સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડીને 6 સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: દક્ષિણ ગુજરાતમાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. આતંકી સંગઠન લશ્કર એ તોયબા સાથે સંકળાયેલી ફલહ-એ- ઈન્સાનિયત ફાઉન્ડેશનનો ફંડિગનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. જે અંતર્ગત રાજ્યમાં તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા વલસાડ બાદ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

વલસાડમાં રહેતા મુસ્લિમ વેપારીના 15 વર્ષથી દુબઇ ખાતે રહેતા ભાઇએ હવાલા મારફતે રાજસ્થાનમાં મોકલેલા પાંચ કરોડ રૂપિયા સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ એનઆઇએની ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડીને 6 સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે.

વલસાડ એનઆઇએની ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડ્યા છે.


રાજસ્થાનના નાગોર જિલ્લાના કુચમાન શહેરના રહેવાસી મોહમદ હુસેન મોલાની ઉર્ફે બાબલો અબ્દુલ હમીદ મોલાનીની એનઆઈએ દ્વારા 21મી જાન્યુઆરીએ ધરપકડ કરાઇ હતી. હવાલા ઓપરેટર મનાતો માલોની ટેરર ફન્ડિંગનું નેટવર્ક પણ ચલાવતો હોવાની પાકી માહિતી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોલાનીની ધરપકડ બાદ તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં હોય એવી વ્યક્તિઓને ઘરે અને સંસ્થાઓની ઓફિસે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

એનઆઇએ દ્વારા વલસાડના ખાટકીવાડમાં રહેતા અગરબત્તીનો ધંધો કરતા ઝુબેર ગુલામ બશીર ધરમપુરીયાના ઘરે પણ ગત બુધવારે તપાસ કરાઇ હતી. ઝુબેરનો ભાઇ આરીફ ધરમપુરીયા 15 વર્ષથી દુબઇ ખાતે એક પાકિસ્તાની ઇસમની મોબાઇલ એજન્સીમાં નોકરી કરે છે. આરિફે દુબઇથી કરેલા નાણાકીય ટ્રાન્ઝેક્શન શંકાના દાયરમાં આવતાં આ દરોડો પડાયો હતો. આ બાબતે ઝુબેર ધરમપુરીયાએ મીડિયાને જણાવ્યું કે, તેઓએ રોજ કમાઇને રોજ ખાવાવાળા માણસ છે અને તેમનો ભાઇ દુબઇમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. એન.આઇ.એ.ની ટીમ, બંને ભાઇઓના બેંકોની પાસબુક તથા ચેકબુકો કબજે કરી હતી.

પાંચ રાજ્યોમાં સર્ચ ઓપરેશનઉત્તરપ્રદેશના ગોંદા, રાજસ્થાનના સિકર અને જયપુર, દિલ્હી અને કેરળના કાસરગોડ ઉપરાંત ગુજરાતના વલસાડ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન 3 વિદેશી સહિત 26 સીમકાર્ડ, પાંચ મેમરી કાર્ડ, એક કોમ્પ્યૂટર ડેસ્ક, પાંચ હાર્ડ ડિસ્ક, એક પેનડ્રઇવ, એક ડીવીઆર, એક સીપીયુ, આઠ પાસપોર્ટ, નવ ડેબિટ કાર્ડ, એક લેપટોપ, રોકડા 21 લાખ રૂપિયા અને બે કિલો જેટલું સોનું મળી આવ્યું છે. તે ઉપરાંત દરેક સ્થેળેથી શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યાં છે.
First published: January 25, 2019, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading