લોકડાઉનમાં સુરતવાસીઓ માટે રાહતના સમાચાર, મનપાએ કરી બે મહત્વની જાહેરાત


Updated: April 4, 2020, 12:02 AM IST
લોકડાઉનમાં સુરતવાસીઓ માટે રાહતના સમાચાર, મનપાએ કરી બે મહત્વની જાહેરાત
સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી

સુરતવાસીઓ માટે લોકડાઉનના સમયમાં રાહતના સમાચાર સામે આવ્યા છે, જેનો લાભ સુરતવાસીઓને મળશે

  • Share this:
સુરતવાસીઓ માટે લોકડાઉનના સમયમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાએ સુરતવાસીઓ માટે લોકડાઉનના સમયગાળા માટે મનપાના તમામ હેલ્થ સેન્ટરો, શહેરી આરોગ્ય કેન્દ્રોમાં ઈન્જેક્શન, દવા, કેસ પેપર ચાર્જ ફ્રી કરી દીધો છે. આ સિવાય મનપાએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારેન એપ્રિલ અને મે મહિનામાં 10 ટકા રિબેટ આપવાનો નિર્ણય લીધો છે.

મનપાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ અર્બન હેલ્થ એન્ડ મેટરનિટી હોમ, તમામ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આગામી 31 મે ૨૦૨૦ સુધી નગરજનોને ઓપીડી કેસ/રજિસ્ટ્રેશન ફી, એન્ટી રેબિઝ વેક્સિન ફી (એઆરવી), ડિસ્પેન્સરી ફી, ઇન્જેકશન ફી, ઇમરજન્સી ફી, ડ્રેસિંગ ફી, લેબોરેટરી ફીïમાંથી સંપૂર્ણ માફી આપવાનો નિર્ણય આજે સ્થાયી સમિતિએ કર્યો છે. સ્થાયી અધ્યક્ષ અનિલ ગોપલાણીએ સુઓમોટો દરખાસ્ત રજૂ કરી હતી.

મનપાએ ઉક્ત તમામ સુવિધાઓ માટે નિયત ફી નિર્ધારિત કરી છે. તેમાંથી ૩1 મે-૨૦૨૦ સુધી સારવાર માટે આવનારને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. અનીલ ગોપલાણી એ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને લઇને લોકો ઘરોમાં બંધ છે. મોટા ભાગે લોકો આવા સમયે સરકારી હોસ્પિટવ અને આરોગ્ય સેન્ટરો ખાતે આવતા હોઇ છે,ત્યારે તેમને મહતમ સહકાર આપી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

નોધનીય છે કે બે દિવસ પૂર્વે કોગ્રેસી સભ્ય અસલમ સાઇકલવાલા દ્વારા મનપા કમિ. ને તમામ આરોગ્ય કેન્દ્રો, સ્મીમેર અને મસ્કતિ હોસ્પિટલમાં કેસ પેપરના ૨૦ રૂ, ઇન્જીકશન ૧૦ રૂ., ડ્રેસિંગના ૧૦ રૂ. અને દવાના ૨૦ રૂ. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી નિઃશૂલ્ક કરવાની માગણી કરવામાં આવી હતી. સાથો સાથો અન્ય કેટલાક સભ્યો દ્વારા પણ આવી માંગણી કરવામાં આવી હતી કે લોકોને મહતમ આ કપરા સમયમાં સહકાર આપવો જોઇએ . જેથી આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી હતી અને તેને મંજુર કરી લેવામાં આવી હતી.

એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારને એપ્રીલ અને મે મહિનામાં મળશે 10 ટકા રીબેટ

સુરત મહાનગર પાલિકા સમાન્ય રીતે એડવાન્સ ટેકસ ભરનારને એપ્રીલમાં 10 ટકા અને મે માસમાં 7 ટકા રીબેટ આપે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે મનપા દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કે મે માસમાં પણ એડવાન્સ ટેકસ ભરનારને 10 ટકા રીબેટ આપવામાં આવશે.ગત વર્ષે બે માસમાં મનપાની તિજારીમાં રીબેટ બાદ ૨૨૨ કરોડની જંગી રકમ જમા થઇ હતી. જાકે, કોવિડ-૧૯ની વિકટ સ્થિતિને કારણે મનપાને એડવાન્સ ટેક્ષïમાં પણ મોટો ફટકો પડશે તે નક્કી છે. બીજી બાજુ, નગરજનોને પણ થોડી રાહત થઇ રહે તે હેતુ સાથે આજે સ્થાયી સમિતિએ સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ એપ્રીલની સાથે મે માસમા પણ ૧૦ ટકા રીબેટ મિલકતવેરામાં આપવાનું નક્કી કર્યુ છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ આ અંગેની સુઓમોટો દરખાસ્ત રજૂ કરી હતી. નોધનીય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં એપ્રીલ માસમાં ૧૯૮ કરોડ અને મે માસમાં ૨૪ કરોડની આવક મનપાને થઇ હતી. એપ્રીલ માસના પ્રથમ બે દિવસમાં જ મનપાને ૪ કરોડથી વધુની આવક થઇ હતી. એપ્રીલ-૨૦૧૯માં ૧,૨૪,૨૫૭ કરદાતાઓોએ એડવાન્સ ટેક્ષ ભર્યો હતો. પ્રથમ દિવસે જ ૫૫૦૦થી વધુ લોકોએ ૩.૫૫ કરોડ જમાં કરાયા હતા. પરંતુ એપ્રીલ-૨૦૨૦ના પ્રથમ બે દિવસમાં ૧૦૨૦ કરદાતાઓોએ ૬૮.૩૮ લાખનો એડવાન્સ ટેક્ષ જમા કરાવ્યો છે. જેથી મહતમ લોકો એડવાન્સ ટેકસ ભરે અને એપ્રીલ ઉપરાંત મે મા પણ તેનો વ્યાપ વધે તે માટે ખાસ આ રીબેટ મુકવામાં આવ્યું છે. કોરોનાને કારણે પરેશાન લોકોને આંશીક પણ રાહત મળે તે ખુબજ જરૂરી છે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading