Home /News /south-gujarat /

સુરત સિવિલના G-1 વોર્ડમાં સિલિંગ તૂટી, આ વોર્ડની હેલ્થ કમિશનરે લીધી હતી મુલાકાત

સુરત સિવિલના G-1 વોર્ડમાં સિલિંગ તૂટી, આ વોર્ડની હેલ્થ કમિશનરે લીધી હતી મુલાકાત

નવાઇની વાત તો એ છે કે, ગત 19મી તારીકે હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

નવાઇની વાત તો એ છે કે, ગત 19મી તારીકે હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  સુરતની સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સિલિંગનો મોટો ભાગ તૂટી પડ્યાની ઘટના બની છે. ઘટનાના પગલે વોર્ડના બાળ દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ ઘટનાએ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીની પોલ ખોલી છે. નવાઇની વાત તો એ છે કે, ગત 19મી તારીકે હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દમિયાન તેમણે આ જ વોર્ડની પણ મુલાકાત લીધી હતી. આ વોર્ડમાં બેસીને સિવિલ હોસ્પિટલના વખાણ પણ કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલના લેખિતમાં વખાણ કર્યા હતા.

  સિલિંગ તૂટતા દર્દીઓને અન્ય સ્થળે ખસેડ્યા

  મળથી માહિતી પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સુરતની નવી સિવિલ હોસ્પિટલના પહેલા માળે આવેલા G-1 પોસ્ટ નેટલ વોર્ડમાં અચનાક સિલિંગ તૂટી પડી હતી. બાળકોના આ વોર્ડમાં સિલિંગ પડવાથી દર્દીઓ તેમજ સાથે રહેતા પરિવારજનો ગભરાઇ ગયા હતા. સદનસિબે સિલિંગ પડવાની ઘટનામાં કોઇ બાળદર્દી કે અન્ય લોકોને ઇજાઓ પહોંચી નથી. આ ઘટનાથી વોર્ડમાં દોડધામ મચી હતી. તકેદારીના ભાગ રૂપે આ વોર્ડને ખાલી કરવામાં આવ્યો. વોર્ડમાં દાખલ બાળ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

  જ્યાં બેસીને વખાણ કર્યા ત્યાં ખુલી તંત્રની પોલ

  નવાઇની વાત તો એ છે કે, ગત 19મી તારીકે હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દમિયાન તેમણે આ જ વોર્ડની પણ મુલાકાત લીધી હતી. આ વોર્ડમાં બેસીને સિવિલ હોસ્પિટલના વખાણ પણ કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હેલ્થ કમિશનરે સિવિલ હોસ્પિટલના લેખિતમાં વખાણ કર્યા હતા.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Celling callapse, Surat new civil hospital

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन