કિર્તેશ પટેલ, સુરત : શહેરનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ રામજી મંદિરની સામે ઝાડીમાંથી ત્યજી દીધેલી બાળકી એક રાહદારીને મળી આવી હતી. જોકે પોલીસે ગણતરીનાં કલાકમાં આ પરિવારને શોધી નાખ્યો હતો. જે બાદ પોલીસે માતાની પૂછપરછ પોલીસે કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં બાળકીની માતાએ સ્વિકાર્યું હતું કે તેના પિતાએ જ બાળકીને સિવિલમાંથી ઘરે જતી વખતે ઝાડીમાં નાંખી દીધી હતી.
નાનાએ જ ત્યજી હતી બાળકી
આ મામલે મળતી માહિતી પ્રમાણે 30મી ઑગસ્ટનાં રોજ માતા સંગીતા અને તેના પિતા શંભુ પાસવાન સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવ્યાં હતાં. જ્યાં માતાને બાળકીને જન્મ આપ્યો હતો. આ બંન્ને જણ સિવિલમાં ડિસ્ચાર્જ લીધા વગર જ ભાગી ગયા હતાં. રસ્તામાં શંભુ પાસવાને દિકરી પાસેથી બાળકીને લઈ મંદિરની સામે ઝાડીમાં ત્યજી દીધી હતી.
આ કેસમાં નવી સિવિલનાં ટેગનાં આધારે પોલીસે પાંડેસરા ગણેશ નગરમાં તપાસ કરી જેમાં માતા મળી ન હતી. માતાએ હોસ્પિટલમાં ઍડ્રેસ ખોટું લખાવ્યું હતું. પોલીસે હોસ્પિટલમાંથી નંબર લઈને નવી સિવિલ હોસ્પિટલમાંથી બોલુ છું કહીને વાત કરી હતી. જેના આધારે લોકેશન કઢાવીને તેના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે માતાને પોલીસે બાળકીની બાબતે પૂછતાં તેણે મરી ગઈ હોવાનું જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તેની માતા સંગીતા વિરેન્દ્ર પાલ ની ધરપકડ કરી છે. જયારે સંગીતાના પિતા શંભુ પાસવાન ફરાર છે.
સંગીતા અને વિરેન્દ્રનાં એક વર્ષ પહેલા લગ્ન થયા બાદ આ પહેલી બાળકી હતી. વિરેન્દ્ર 30મીએ પત્નીને એડમિટ કરી ત્યારે એક-બે વખત જોવા માટે ગયો હતો. પતિ વિરેન્દ્રએ રાહદારીનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે તે રાહદારીને કારણે મારી દીકરી જીવીત રહી. નહીં તો મારી પત્ની અને મારા સસરા શંભુ પાસવાન આવુ કરશે તેની મને જાણ ન હતી. મહત્વનું છે કે સંગીતાનાં પિતાને સંતાનોમાં ચાર દીકરીઓ છે. જેના કારણે સંગીતાના પિતાને દીકરીના કુખે દિકરાનો જન્મ થાય તેવી આશા હતી. તેને બદલે બાળકીનો જન્મ થતા દીકરી અને તેના પિતા બન્ને અસંતોષ હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર