સુરતઃ સુરતના વેસુમાં (Surat News) આવેલી ગ્રીન સિગ્નેચર શોપર બિલ્ડીંગમાં કાર્યરત કાસા બ્લેન્કા હોટેલમાં નેપાળી યુવતી (Nepali girl) સોનું સુવાલ રહસ્યમ રીતે મૃત્યું પામેલા હાલતમાં મળી આવી હતી. તેણી પાસે મળેલી સ્યૂસાઇડ નોટમાં (suicide note) હોટેલિયર સંજય કુંભાણીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. સંજયે કરેલા શોષણ અને ગુજારેલા માનસિક, શારિરીક અત્યાચાર અંગે રૂંવાટા ખડા કરી દેનારી દાસ્તાં આપઘાત અગાઉ લખાયેલી ચિઠ્ઠીમાં વ્યક્ત કરાઇ હતી.
વેસુમાં આવેલી કાસા બ્લેન્કા હોટેલના 215 નંબરના રુમમાં રહેતી સોનું સુવાલ નામની નેપાળી યુવતી હોટેલ સંચાલક સંજય કુંભાણીની પ્રેમિકા હતી એવું કહેવાયું છે. સોનુંએ 21મી તારીખે હોટેલની એ જ રુમમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, જયાં સંજય કુંભાણી તેણી સાથે એકાંત માણવા આવતો હતો. બનાવની જાણ થતાં હોટેલ પહોંચેલી પોલીસને બેડ ઉપર ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખાયું હતું કે આઇ એમ સોરી રોહિત ભૈયા, મેં ઐસા નહીં કરના ચાહતી થી પર મેં અંદર સે તૂટ ચૂકી હું. દિલ કી બાત કિસકો બતાઉ.. યે જો ભી હુઆ હૈ સંજય કી વજહ સે હુઆ હૈ. સંજકી વજહ સે આજ મે ઐસી કરને જા રહી હું.