Home /News /south-gujarat /

સુરત : વિકૃત પાડોશીની કરતૂત માસૂમ બાળકીઓને બતાવ્યો બીભત્સ Video, છેડછાડ કરતા ધરપકડ

સુરત : વિકૃત પાડોશીની કરતૂત માસૂમ બાળકીઓને બતાવ્યો બીભત્સ Video, છેડછાડ કરતા ધરપકડ

પોલીસે સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા આધેડની ધરપકડ કરી હતી.

સુરતના ઉઘના વિસ્તારની ઘટના, માસુમ દીકરીઓએ રોકકળ કરતા પાડોશીઓ એકઠા થઈ ગયા. પરિવારે ફરિયાદ કરતા પોલીસે કરી ધરપકડ

સુરતમાં ફરી બાળકી (Surat) સાથે શરીરિક છેડછાડની (Molestation) ગતના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પિતાની ઉંમરના યુવાને એક નહિ પણ બે બાળકીની છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અહીંયા યુવાન બાળકીઓને મોબાઈલમાં અશ્વીલ વીડિયો બતાવી છેડછાડ કરતા બાળકીના પરિવારે આ આધેડ વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત મહિલા સાથે અત્યાચાર સાથે બાળકીઓની છેડતી અને તેમની સાથે દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર સુરતની સુરત બગાડતી ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર ખાતે રહેતા 60 વર્ષીય આધેડેએવું કર્યુ કે તે જઈને ભલભલા એક વાર વિચારમાં પડી જાય.

આ આધેડે ઘર નજીક રહેતી પાડોશીની એક 6 વર્ષીય અને એક 4 વર્ષીય માસુમ બાળકીને ગતરોજ પોતાના ઘર નજીક રમતી હતી ત્યારેકોઈ લાલચ આપીને આ બંને બાળકી પોતાના ઘરમાં બોલાવી હતી અને તેમને પોતાન પાસે રહેલા મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી આ બંને બાળકી સાથે આ આધેડ શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : બેરોજગાર બનેલા યુવકે આપઘાત કરી જિંદગી ટૂંકાવી, 6 વર્ષ અગાઉ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

જોકે ગભરાયેલ બાળકી રડવા લગતા પાડોશીઓ ત્યાં એકત્ર થઈ જતા આ આધેડની કરતૂતનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. જોકે આધેડની કરતૂતોને લઈને બાળકીના પરિવાર 60 વર્ષીય અશોક શિવલાલ ગુપ્તા વિરુદ્ધ તાતકાલિક ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ગયું હતું અને આ આધેડ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી અશોક શિવલાલ રાણાની ધરપપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  વીડિયો : ગોંડલ પાસે રૂ ભરેલા ટ્રકમાં કાર અથડાતા બૉમ્બ બ્લાસ્ટ જેવો ધડાકો થયો, ત્રણ મહિલા આગમાં ભડથું

આ આરોપી આધેડ છે અને ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ પહેલીવાર નથી કે કોઈ બાળકીઓને પાડોશીએ શોષણ કરવાનો પ્રયાસ કર્યો અને પ્રકાશમાં આવ્યુું. થોડા દિવસો પહેલાં જ સુરતમાં મકાનમાલિકે પાડોશીની દીકરીને આ જ ઢબે મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી હતી. જોકે, ઘટના જૂની હતી પરંતુ બાળકી માતાપિતા સામે બોલી ઉઠતા મામલો સામે આવ્યો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Girl child, Surat Crime

આગામી સમાચાર