સુરત: 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશીને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી

સુરત: 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશીને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી
હવસખોર ચોકલેટ અપાવી બાળકીને નજીકમાં આવેલ ખેતરમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

હવસખોર ચોકલેટ અપાવી બાળકીને નજીકમાં આવેલ ખેતરમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
સુરત: અમરોલી વિસ્તારમાં 2019માં એક શ્રમજીવી પરિવારના માતા પિતા બહાર જતા બે વર્ષની બાળકીને પાડોશી દારૂના નશામાં અપહરણ કરી, એક ખેતરમાં લઇ ગયો, અહીં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ભાગી છૂટ્યો હતો. આ મામલે આરોપીને પોલીસે ઝડપી પડ્યા બાદ, આ મામલે આજે સુરતની કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધીના આજીવન કારવારની સજા ફટકારી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ નવી બનતી વેદાન સીટીની પાછળ રહેતા પરિવારમાં માતા-પિતા અને બે વર્ષની બાળકી સાથે રહેતા હતા. પિતા કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે તારીખ 11-3-2019 ના રોજ પત્ની અને તેમની બાળકી તેમની સાઈડ પર જઇને ટિફિન આપીને પરત આવ્યા હતા. આ દરમિયાન બાળકી ઘર બહાર રમતી હતી તે સમયે પાડોશી શત્રુધન ઉર્ફે બીજલી યાદવ દારૂના નશામાં બાળકીને ચોકલેટ આપવાના બહાને ત્યાંથી લઈ ગયો હતો.હવસખોર ચોકલેટ અપાવી બાળકીને નજીકમાં આવેલ ખેતરમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકી રડવા લાગતા આ નારાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન ખેતરમાં કામ કરતી એક મહિલાની નજર પડતા તે ત્યાં પોહચી હતી, બાળકીને લોહી નીકળતા જોઈને મહિલા તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે તેવું લાગતા આ બાળકીના પરિવારને શોધવા લાગી હતી.

બીજી બાજુ બાળકી ઘર નજીક નહીં મળતા માતા અને પિતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બાળકીની શોધ ખોળ કરવા લાગ્યા હતા. જોકે બાળકી મળી આવ્યા બાદ પોલીસે બાળકીની સ્થિતિ જોઈને તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી બાળકીને જે જગ્યા પર મૂકીને જતો રહ્યો હતો, તે જગ્યાએ સીસી ટીવી ચેક કરતા બાળકી સાથે જતા દેખાતા યુવાનને બાળકીના પરિવારે ઓળખી બતાવ્યો હતો.

આ બાજુ બાળકીને જે દુકાન પર ચોકલેટ લેવા આરોપી લઇ ગયો હતો, તેણે પણ પોલીસને દુકાન પર બાળકી લઈને આવ્યાની વિગત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. તમામ પુરાવા સાથે આ કેસ આજે સુરતની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ કિશોર રેવલિયાની ધારદાર દલીલોના અંતે આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફાટકારવામાં આવી છે, અને આરોપીને પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
Published by:kiran mehta
First published:September 04, 2020, 18:43 pm