સુરત : 'સોરી મેડમ! સુરજ સરને પૈસે દીયે હે, વરના લડકી કી ન્યૂડ ફોટો ડાલને મેં મુજે ભી શર્મ આતી હે'


Updated: October 24, 2020, 1:37 PM IST
સુરત : 'સોરી મેડમ! સુરજ સરને પૈસે દીયે હે, વરના લડકી કી ન્યૂડ ફોટો ડાલને મેં મુજે ભી શર્મ આતી હે'
માનસિક વૃિકૃતનું કારસ્તાન જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

યુવકની સગાઈ નક્કી ન થતા ડિટેક્ટિવ એજન્સી રખાવી યુવતીની બિભત્સ તસવીરો બનાવડાવી, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

  • Share this:
સુરતમાં એક યુવાનની યુવતી સાથે સગાઈ તૂટી જતા યુવાને એક એજન્સી દ્વારા યુવતીનું સોશલ મીડિયાનું એકાઉન્ટ હેક કરાવી તેના પર અશ્લીલ ફોટા મૂકી યુવતીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ બાબતની જણકારી મળતા યુવતીએ યુવાન વિરુદ્ધ ફરિયાદ  કરી છે.સુરતના રાંદેર ખાતે સીલ્વર પ્લાઝામાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્નની વાત સમાજના વડીલો થકી પાલનપુર પાટિયા ખાતે રહેતા સૂરજ સાથે ચાલી રહી હતી. ફેસબુક ઉપર તથા ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીનું એકાઉન્ટ છે. સૂરજે તેણીને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં ફોન ઉપર વાતચીત કરતા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને સૂરજના ચારિત્ર્યને લઈ રિપોર્ટ સારા નહીં મળતા લગ્નની વાત બંધ કરી દીધી હતી. ત્યારબાદ યુવતી એ પણ સૂરજ સાથે વાતચીત કરી નહોતી.

પાછળથી પોતાની સગાઈ તૂટી જતાં માનસિક વિકૃત યુવાને ડિટેક્ટિવ એજન્સીને પૈસા આપી પૂર્વ મંગેતરનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હેક કરાવી તેની પર તેના અશ્લીલ ફોટો મૂકી દીધા હતા. જોકે 13 સપ્ટેમ્બર 2020ના રોજ યુવતીની નાની બહેનના ઇન્સ્ટાગ્રામ ઉપર સૂરજે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીની બહેને સૂરજના ઈન્સ્ટાગ્રામ પર ચેક કરતા યુવતી  અને સૂરજની વાતચીતના સ્કીન શોટ પોસ્ટ કર્યા હતા. જેમાં સૂરજ સાથે સ્કીનશોટમાં જણાવ્યા મુજબની કોઈ વાતચીત થઈ નહોતી.

આ પણ વાંચો :  કેશોદ : બહેનના પ્રેમ લગ્નથી નારાજ હતો ભાઈ, બનેવીને ગોળી મારી હત્યા કરવાનો કર્યો પ્રયાસ

બીજા દિવસે યુવતીએ પોતાનું આઈડી બદલી નાખ્યું હતું. ત્યારબાદ 7 ઓક્ટોબરે પિતરાઈ ભાઈને પ્રતિકના આઈડી ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેમાં યુવતી અને સૂરજના એડિટ કરેલા ફોટો મુકેલા હતા. આ અંગે યુવતી એ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી.

10 ઓક્ટોબરે રાત્રે યુવતીની બહેનની આઈડી ઉપર ફરી સૂરજે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેમાં યુવતીનો મોર્ફ કરેલો બિભત્સ ફોટો હતો.ત્યારબાદ મેસેજ ઉપર વાત થઈ હતી. અને પછી બીજા દિવસે સૂરજની આઈડી પર બપોરે યુવતીની નાની બહેનને મેસેજ આવ્યો હતો અને તેમાં એક ડિટેક્ટિવ એજન્સી દ્વારા એવું કહેવાયું હતું કે સૂરજે અશ્લિલ ફોટા સાથેનો ડીપી બનાવવાનો હતો.આ પણ વાંચો :  સુરત : પ્રતિબંધિત PUBG રમવા માટે પૈસા આપવાનો ઇન્કાર કરનાર પિતાને વંઠેલ દીકરાએ ચાકુનાં ઘા ઝીંક્યા, કરૂણ ઘટના

ડિટેક્ટિવ એજન્સીના માણસે યુવતની બહેન સાથે કરેલી વાત

તેમણે મેસેજમાં લખ્યું હતું કે ‘સોરી મેડમ, હમે સૂરજ સરને પૈસે દીયે હૈ ઇસ લિયે યે કામ કરના પડતા હૈ, વરના કભી ભી લડકી કી ન્યૂડ તસ્વીર ડાલને મે મુઝે ભી શર્મ આ રહી હૈ.ઉસને મુજે યે આઈડી પર રિકવેસ્ટ ભેજ કર દીખાને કો બોલા ઇસલિયે હમે કરના પડતા હૈ. હમારી ડિટેક્ટિવ એજન્સી હૈ, હમ લોગો કી એપ પે ડિટેક્શન કરતે હૈ. મૈં દિલ્હી સે વિશાલ બાત કર રહા હું. અગર આપ બોલો તો મૈં યે તસ્વીર હટા દુંગા, ઉસને હી ઉપરવાલી મેડમ કા અકાઉન્ટ ફ્રિઝ કરવાયા હૈ, મેરે પાસ, ઉસકા એકાઉન્ટ અભી ચાલુ નહીં હોગા. ઉસકા નયા પાસવર્ડ મેરે પાસ હૈ. ઇસમે સાયબર સેલ કા લોચા હો સકતા હૈ ઇસલિયે આપકો મેને મેસેજ લીખા વરના સૂરજ સરને ના બોલા હે મુજે..’. સુરજે એજન્સીને 15000 રૂપિયા આપ્યા છે. અને ત્યારપછીયુવતી ની નાની બહેન સાથે સૂરજનો ફોટો એડીટ કર્યો હતો. અને સૂરજની આઈડી પરથી બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી કંટાળી તેણીએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.
Published by: Jay Mishra
First published: October 24, 2020, 1:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading