પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજરોજ મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં પ્રવેશ અપાયા બાદ રદ કરી દેવાના યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિના કાર્યાલયની બહાર બેસી તેમજ કુલસચિવના કાર્યાલયની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓનલાઇન એડમિશન સિસ્ટમનો સૈથી પહેલાતો સમગ્ર રાજયની યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દ્વારા સરાહના કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂર્ણ પણ થઇ ગઇ હતી. પરંતુ 300 જેટટા વિદ્યાર્થીઓએ એક મહિના સુધી કોલેજોમાં અભ્યાસ કર્યા બાદ તેમને કહી દેવામાં આવ્યું હતું કે તમારા પ્રવેશ અમાન્ય છે. જેથી એ તમામ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ તમામ વિદ્યાર્થીઓ આજે એબીવીપીની સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવવાના હોવાથી કુલપકતિ પોતાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ દ્વારા તેમની કેબીનની બહાર નારા બાાજી કરીને વિરોધ નોધાવ્યો હતો.
ઉપરાંત કુલસચિવના કાર્યાલય ખાતે પણ પોતાનો વિરોધ નોધાવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તેમને તાત્કાલીક ધોરણે પ્રવેશ આપવામાં આવે યુનિવર્સિટીની સિસ્ટમમાં ખામી હોવાથી તેમને પ્રવેશ આપીને રદ કરી દેવામાં આવ્યા હતા. જેથી તેમને તાત્કાલીક પ્રેવશ આપવામાં આવે જેથી તેમનું વર્ષ બગડે નહીં.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર