વીર નર્મદ યુનિવર્સિટીનું 128 કરોડનું બજેટ તૈયાર, જાણો વિદ્યાર્થીઓને શું મળશે?

વીર નર્મદ યુનિવર્સિટીનું 128 કરોડનું બજેટ તૈયાર, જાણો વિદ્યાર્થીઓને શું મળશે?
ફાઈલ તસવીર

ગત વર્ષનાં 102 કરોડ રૂપિયાનાં બજેટમાં 26 કરોડ રૂપિયાનો વધારો કરવાની સાથે આગામી 2020-21નું કુલ 128 કરોડનું બજેટ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

  • Share this:
સુરતઃ વીર નર્મદ દ‌િક્ષણ ગુજરાત યુનિવર્સિટીનાં (Veer Narmad south Gujarat University) ગત વર્ષનાં 102 કરોડ રૂપિયાનાં બજેટમાં (Budget 2020) 26 કરોડ રૂપિયાનો વધારો કરવાની સાથે આગામી 2020-21નું કુલ 128 કરોડનું બજેટ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.  બજેટ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિએશન કાઉન્સીલ(નેક) કમિટીનાં સુચનને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં ૫ લાખ રૂપિયાનાં ખર્ચે યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ કેમ્પસ તૈયાર કરશે.

આ ઉપરાંત હાલ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ દાતાઓ દ્વારા આપવામાં આવે છે, તેનાં સ્થાને હવે યુનિવર્સિટી પ્રત્યેક વિષયનાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપશે. આ ઉપરાંત કેમ્પસનાં બ્યુટીફીકેશન માટે કુલ ૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જેમાં ગજેબો, તળાવની આસપાસ જોગીંગ ટ્રેક, તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ પોલીસથી બચવા બૂટલેગરોએ અપનાવ્યો આવો રસ્તો, છતાં પકડાઈ ગયા

આ ઉપરાંત બજેટમાં ગત વર્ષથી જોગવાઇને આગળ ધપાવતા આધુનિક લાયબ્રેરી તેમજ અન્ય ભવનોનાં નિર્માણનાં કાર્યને આગળ ધપાવવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટીની બજેટ કમિટીનાં સભ્ય મયુર ચૌહાણ, ‌આચાર્ય વિનોદ પટેલ, સિન્ડીકેટ સભ્ય સંજય સત્યાર્થી, અધ્યાપક ભરત ભંડારી, ગૌરાંગ રામી દ્વારા બજેટનાં કેટલાક બીનજરૂરી હેડ દુર કરી બજેટને મોટું બનાવવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Apple Watchએ યુઝર્સનો બચાવ્યો જીવ, હૃદયની બીમારી અંગે કર્યો હતો વારંવાર એલર્ટ

આ પણ વાંચોઃ-હળવદઃ વિદ્યાર્થી સ્કૂલ બસમાં ચડતી વખતે ડ્રાઈવરે બસ હંકારી, ટાયરમાં આવતા મોત

જોકે આવનાર દિવસોમાં આ બજેટને સિન્ડીકેટ અને ત્યારબાદ સેનેટમાં રજુ કરવામાં આવશે.   આ બજેટમાં ખાસ કોલેજોના જોડાણ વધારવા , એલઆઇસીના ગઠન અને તેના ખર્ચો તેમજ યુનિવર્સિટી સાથે થયેલી કાયદાકીય ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છો. સિન્ડિ કેટ માં બજેટમાં સુધારો થવાની પણ શક્યતાઓ છે.
Published by:ankit patel
First published:January 30, 2020, 21:35 pm

ટૉપ ન્યૂઝ