નારાયણ સાંઈને 30મી એપ્રિલે સંભળાવાશે સજા, 'હસતા મોઢે' ગયો જેલ

આસારામના પુત્ર નારાયણ સાંઈ પર સાધિકાનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. સાધકોની ભીડ એકઠી ન થાય તે માટે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત

News18 Gujarati
Updated: April 26, 2019, 4:00 PM IST
નારાયણ સાંઈને 30મી એપ્રિલે સંભળાવાશે સજા, 'હસતા મોઢે' ગયો જેલ
નારાયણ સાંઇને લાજપોર જેલમાં લઈ જવાયો
News18 Gujarati
Updated: April 26, 2019, 4:00 PM IST
ન્યૂઝ  18 ગુજરાતી : ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાંઈ બળાત્કાર કાંડમાં સુરત ખાતેની સેશન્સ કોર્ટે  આજે  નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે.  આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે તેને કસૂરવાર ઠેરવ્યો છે.  આ કેસમાં કોર્ટ 30મી એપ્રિલે સજાનું એલાન કરશે.  કોર્ટે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે.

હસતા મોઢે ગયો જેલ 

દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર  લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો. તે હસતા માઢે પોલીસની ગાડીમાં બેસીને જેલ ગયો હતો.

સજાની સુનાવણી 30મી એપ્રિલના રોજ થશે

આજે  સવારે પોલીસ કાફલા સાથે નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. સુરતના જહાંગીરપુરામાં આવેલા આસારામના આશ્રમમાં નારાયણ સાંઈએ તેની સાધિકા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે નારાયણ સાંઈ કોર્ટમાં દોષી પુરવાર થયો છે. પોલીસ નારાયણ સાંઈને લઈને કોર્ટમાં પહોંચી હતી. જ્યાં જજ ચુકાદો સંભળાવ્યો છે, જોકે,નારાયણ સાંઈને સજાનું એલાન 30મી એપ્રિલે થશે.

દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને જેલમાં ખસેડાયો હતો.

Loading...

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

શું છે સમગ્ર કેસ?

નારાયણ સાંઈએ કેસને નબળો પાડવા માટે અનેક હથકંડા અજમાવ્યા હતા પરંતુ આખરે તે કાયદાથી બચી શક્યો નહોતો. પિતા આસારામ દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે, ત્યારે નારાયણ સાંઈ કસૂરવાર ઠરશે તો તેને 7-10 વર્ષની સજા થઈ શકે છે. પિતા પુત્રએ ધર્મની આડમાં અધર્મનો ખેલ ચલાવતા હતા. સુરતના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં દુષ્કર્મ ગુજરાવાના કેસમાં આજે ચુકાદો આવી શકે છે. નારાયણ સાંઈને અગાઉ ગુજરાત હાઇકોર્ટે બિમાર માતાને મળવા માટે 3 અઠવાડિયાના જામીન આપ્યા હતા. ત્યારબાદ નારાયણ સાંઈએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે પણ જામીન માંગ્યા હતા.

7-10 વર્ષની સજાની શક્યતા

સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાંઈ સામેના કેસમાં આજે ચુકાદો આપી શકે છે. પાંત વર્ષ જેટલી લાંબી ટ્રાયલ બાદ આજે ચુકાદો આવી શકે છે. જો નારાયણ સાંઈ કસૂરવાર ઠરશે તો 7-10 વર્ષનો ચુકાદો આવી શકે છે. પોલીસે આ કેસમાં 7 લોકો વિરુદ્ધ દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને રાયોટિંગ સહિતના ગુના નોંધાયા હતા.
First published: April 26, 2019
વધુ વાંચો अगली ख़बर
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626