સુરતઃ બળાત્કારના આરોપી નારાયણ સાંઈને મેડિકલ તપાસ માટે સિવિલ લવાયો

News18 Gujarati
Updated: April 28, 2018, 12:38 PM IST
સુરતઃ બળાત્કારના આરોપી નારાયણ સાંઈને મેડિકલ તપાસ માટે સિવિલ લવાયો

  • Share this:
દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને શનિવારે મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ હાલમાં સુરતની એક યુવતીના બળાત્કારના કેસમાં લાજપોર જેલમાં છેલ્લા ચાર વર્ષથી બંધ છે. પોલીસ આજે સવારે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેને લઈને સુરત સિવિલ પહોંચી હતી. અહીં તેને વિવિધ વિભાગોમાં લઈ જવામાં આવ્યો હતો, અને વિવિધ મેડિકલ પરીક્ષણ કરાયા હતા.

પોલીસે મીડિયાથી રાખ્યો દૂર

મીડિયાને જોઈને તેની સાથે વાત કરવા માટે તલપાપડ બનતા નારાયણ સાંઈને આ વખતે પોલીસે મીડિયાથી દૂર રાખ્યો હતો. સુરત સિવિલ આવી પહોંચેલા નારાયણ સાંઈનો જ્યારે મીડિયાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કોઈ સવાલના જવાબ આપ્યા ન હતા. નોંધનીય છે કે બળાત્કારના કેસમાં આસારામને જેલની સજા પડ્યા બાદ પોલીસે નારાયણ સાંઈની સુરક્ષા વધારી દીધી છે. પોલીસને એવો અંદાજ હતો જ કે મીડિયા સાંઈને આ અંગે સવાલ કરશે.

 ગુરુવારે બળાત્કાર કેસમાં સાંઈને કોર્ટમાં રજૂ કરાયો હતોસુરતની યુવતી પર બળાત્કારના કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં દલિલો પૂરી થયા બાદ સાંઈને પાછલા દરવાજેથી કોર્ટની બહાર લઈ જવામાં આવ્યો હતો. આજની દલીલો પૂરી થયા બાદ હવે વધુ સુનાવણી આગામી 10મી મેના રોજ હાથ ધરવામાં આવશે.

કોર્ટ પરિસરમાં પોલીસ-મીડિયા વચ્ચે ઝપાઝપી

નારાયણ સાંઈને જ્યારે આજે કોર્ટમાંથી બહાર લઈ જવાઈ રહ્યો હતો ત્યારે કોર્ટ પરિસરમાં જ મીડિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે દાદાગીરી કરતા મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક સમયે મીડિયાકર્મીઓ અને પોલીસકર્મીઓ મારામારી કરવા સુધી પહોંચી ગયા હતા.

ક્યારે આવી શકે ચુકાદો?

બળાત્કારના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટમાં નારાયણ સાંઇને રજૂ કરવામાં આવશે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફી દલીલો પૂર્ણ થઈ ગઈ છે, હવે કોર્ટમાં બચાવપક્ષ એટલે કે નારાયણ સાંઈ તરફથી દલીલો કરવામાં આવશે બાદમાં આ કેસનો ચૂકાદો આવશે.
First published: April 28, 2018, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading