ન્યૂઝ18ગુજરાતીઃ મહારાષ્ટ્રમાં રમતાં રમતાંપાંચ ઇંચ લાંબી ખીલી ગળી જનારા ચાર વર્ષના બાળકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું હતું. ખીલી બાળકની અન્નનળીમાં ફસાઇ જતાં તેને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો ભય રહેવા સાથે જીવ સામે પણ જોખમ ઊભું થયું હતું. જોકે, સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ સમયસર ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે મુજબ ગતા તા. 8મીએ મહારાષ્ટ્ર, પારોળાના વતની પ્રથમેસ પ્રવીણ પાટીલને ખાંસીની તકલીફ સાથે સિવિલમાં લવાયો હતો. મહારાષ્ટ્રમાં પ્રથમેસની કરાવેલી સારવાર દરમિયાન તેના ગળામાં કંઇક ફસાયું હોવાનું નિદાન તબીબોએ કર્યુ હતુ. પરંતુ તેની સારવાર પાછળ રૂ.એક લાખની આસપાસ ખર્ચ અને આ ઓપરેશન માટે મુંબઇ કે ઓરંગાબાદ જવું પડશે. એમ તબીબોએ કહ્યું હતું. દરમિયાન સંબંધીઓએ પ્રથમેસના પરિવારને સુરત સિવિલ જવા માટેની સલાહ આપતા તેઓ સિવિલમાં આવ્યા હતા.
સિવિલમાં બાળરોગ વિભાગના તબીબોએ તપાસ કરી તેને ત્વરીત ઇએનટી વિભાગમાં રિફર કરી દીધો હતો. ઇએનટી વિભાગના તબીબોની તપાસમાં પ્રથમેસના ગળાના ભાગે અન્નનળીમાં ખીલો ફસાયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ કેસની ગંભીરતાને જોઇ જે તે દિવસે વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદશનમાં ડો. રાહુલ પટેલ, ડો. ભાવીન પટેલ સહિતના તબીબોએ દૂરબીનથી મદદથી માત્ર ત્રણ મિનિટમાં ખીલો બહાર કાઢી પ્રથમેસને પીડા મુક્ત કર્યો હતો.
તબીબોએ કહ્યું હતું કે, પરિવારના કહેવા મુજબ 15 દિવસ પહેલા પ્રથમેસ રમતાં રમતાં ખીલી ગળી ગયો હતો. આ ખીલી કટાયેલી હાય તેના ગળામાં સોજો આવી રહ્યો હતો. જેને લીધે તેને નિમોનિયા જેવી ગંભીર બીમારી થવાનો ભય હતો. જો ખીલી સમયસર કાઢવાાં આવી નહીં હોત તો તેના જીવ સામે જોખમ રહેલું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર