સુરતમાં રાવણ બનાવવા માટે વર્ષોથી ઉત્તર પ્રદેશથી આવે છે મુસ્લિમ પરિવાર

News18 Gujarati
Updated: October 6, 2019, 7:25 PM IST
સુરતમાં રાવણ બનાવવા માટે વર્ષોથી ઉત્તર પ્રદેશથી આવે છે મુસ્લિમ પરિવાર
સુરતમાં રાવણ બનાવવા માટે વર્ષોથી ઉત્તર પ્રદેશથી મુસ્લિમ પરિવાર આવે છે

બાપ દાદાઓ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી અને તે આજે પણ ચાલી આવે છે

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતમાં છેલ્લા કેટલાય દશકોથી દશેરાના દિવસે રાવણ દહનનો એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં 60 ફુટ જેટલી ઉચાઇનો રાવણ તૈયાર કરવામાં આવે છે અને તેનું દહન કરવામાં આવે છે. પરંતુ સુરતમાં તૈયાર કરવામાં આવતા આ રાવણની ખાસિયત એ છે કે તેને ખાસ મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કારીગરો દર વર્ષે ઉતર પ્રદેશથી સ્પેશ્યલ સુરત રાવણ તૈયાર કરવા આવે છે.

ઉતર પ્રદેશના 70 વર્ષીય મુસ્તાકભાઇનો પરિવાર દશેરામાં રાવણની ભવ્ય પ્રતિમાઓ બનાવે છે. તેઓના પરિવારની આ રોજી રોટી છે. 70 વર્ષીય મુસ્તાકભાઇ હવે ઓછું સાંભળે છે અને હવે વધારે બોલી પણ નથી શકતા પરંતુ તેમના બાપ દાદાઓ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી અને તે આજે પણ ચાલી આવે છે. તેમની 12 લોકોની ટીમમાં બે હિન્દુકારીગરો પણ એક સાથે મળીને કામ કરે છે. છેલ્લા એક મહિનાથી આ લોકો મથુરાથી સુરત આવીને રાવણ બનાવી રહ્યા છે. આજે મુસ્તાક ભાઇનો દિકરો મહમ્મદ અસ્ફાક આ જવાબદારી સંભાળી રહ્યો છે અને મુસ્તાક ભાઇ ત્યાં બેસીને કામ ઉપર ધ્યાન આપે છે.

આ કારીગરોમાં સૌથી નાનો કારીગર છે વસીમ કે જે છેલ્લા ચાર વર્ષથી જ પરિવાર સાથે રાવણ બનાવવા માટે સુરત આવે છે. વસીમની ઉમર 24 વર્ષની છે અને તે પણ પરિવારના આ વ્યવસાયમાં જોડાઇ ગયો છે. પરિવારની સાથે એ પણ રાવણ બનાવવા સુરત આવી જાય છે. પરંતુ વસીમને એ ખબર નથી કે તેની આવનારી પેઢી આ પાંરપરિક વ્યવસાયમાં આવશે કે નહીં . પણ તે એટલું જરૂર કહે છે કે અમે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને જ કામ કરીએ છીએ અને આજ દિન સુધી કોઇ સમસ્યા નડી નથી.

રાવણ તૈયાર થઇ ગયા બાદ તેનું ફીનિશિંગ અને એ પણ ફટાકડા સાથે ખુબજ અધરૂ હોઇ છે. આ માટે ખાસ એક ટીમ ગાઝીયાબાદથી આવે છે. આ ટીમ પણ વર્ષોથી સુરતમાં આવીને રાવણમાં ફટાકડા લગાવવાનું કામ કરે છે. આ ટીમને લીડ કરે છે મહમ્મદ જલીમ કે જેઓ પણ છેલ્લા કેટલાય વર્ષોથી રાવણમાં ફટાકડા અને તેની આસપાસ આતશ બાજી લગાવવાનું કામ કરે છે. એ પણ એવી રીતે કે રાવણ દહન જોવા આવનાર લોકો તે નજારો જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે. જમીલભાઇનો દાવો પણ છે કે તેમના જેવી રાવણ દહનમાં આતશબાજી ગુજરાતમાં કોઈ કરતું હશે નહીં.
First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर