સુરત: પાંડેસરામાં યુવાનની ઘાતકી હત્યા, મૂઢ મારમારી હત્યાની આશંકા, પોલીસ દોડતી થઈ

સુરત: પાંડેસરામાં યુવાનની ઘાતકી હત્યા, મૂઢ મારમારી હત્યાની આશંકા, પોલીસ દોડતી થઈ
પોલીસ જીપ (ફાઈલ ફોટો)

પોલીસને તાપસમાં આ યુવાનના શરીર પર મુઢ માર તથા ડાબા હાથની કોણી, શરીર પર ઘસરકા અને ચકામાના નિશાન મળ્યા

  • Share this:
સુરતના પાંડેસરા મિલન પોઇન્ટ નજીક આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. 155 ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે યુવાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેથી કોઈ જાણ ભેદુ દ્વારા આ યુવાની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી શરુ કરી છે.

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા ફરી એક વાર હત્યાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ દોડતું થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલન પોઇન્ટ નજીક આવેલ આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. 155ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે લાશની જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને તપાસ શરુ કરી હતી.હાલમાં પોલીસને મારનાર યુવાનના ખીસામાંથી યુવાનનું આઈકાર્ડ મળી આવ્યુ હતું. જેમાં તે મૂળ બિહારના અરવર જિલ્લાના પરિયારી નીરખપુર ગામ વાતની અને હાલમાં તૃપ્તિનગર, બમરોલી રોડ રહેતો ચંદન રાજેશ શર્મા હોવાનું બહાર આવ્યુ હતું.

જોકે પોલીસને તાપસમાં આ યુવાનના શરીર પર મુઢ માર તથા ડાબા હાથની કોણી, શરીર પર ઘસરકા અને ચકામાના નિશાન હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ચંદન શર્માની હત્યાનો ભેદ ઉકેલવા હાથ ધરેલી કવાયતમાં અંતર્ગત કોઇક જાણભેદુએ અંગત અદાવતમાં હત્યા કર્યાની આશંકા છે.

પોલીસે આ યુવાની હત્યામાં તેના પાડોશી જિલ્લા વતની એવા યુવાનની શંકાના આધારે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચંદન ટીએફઓ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે અને તેનું પરિવાર વતનમાં રહે છે. જોકે આ મામલે પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:kiran mehta
First published:November 19, 2020, 20:10 pm