સુરત: બે દિવસ પહેલા જેલમાંથી છુટેલા ગુડ્ડુ પાંડે ગેંગના સાગરીત સચીન મીશ્રાની હત્યા


Updated: January 24, 2020, 11:05 PM IST
સુરત: બે દિવસ પહેલા જેલમાંથી છુટેલા ગુડ્ડુ પાંડે ગેંગના સાગરીત સચીન મીશ્રાની હત્યા
પ્રતિકાત્મક તસવીર

સચીન ‌દિનેશ ‌મિશ્રા રીઢો ગુનેગાર છે, ગળાના ભાગે ગોળી વાગતા જીવ બચાવવા સચીન નજીક આવેલા એક ઘરમાં ઘુસી ગયો પરંતુ...

  • Share this:
પાંડેસરાના તેરેનામ રોડ પર આજે સાંજના સાડા સાત વાગ્યે જાહેરમાં ફાય‌રિંગનો એક બનાવ બન્યો હતો. બાઇક ઉપર આવેલા બે જણાએ હાલમાં જ જેલમાંથી છુટેલા ગુડ્ડુ પાંડે ગેંગના સાગરીત સચીન ‌મિશ્રાને આંતરીને ‌પિસ્તોલ જેવા હ‌થિયારમાંથી બે રાઉન્ડ ફાય‌રિંગ કરી નાશી ગયા હતા. ગળાના ભાગે ગોળી વાગતા જીવ બચાવવા સચીન નજીક આવેલા એક ઘરમાં ઘુસી ગયો હતો, જ્યાં વધારે પડતું લોહી વહી જવાથી તેનું મોત ‌નિપજ્યું હતું. પાંડેસરા ‌વિસ્તારમાં આતંક મચાવતી ગુડ્ડુ પાંડે ગેંગના સાગરીત સચીન ‌મિશ્રાની થોડા સમય પહેલા જ પોલીસે ધરપકડ કરી હતી.

ભેસ્તાનની મારૂતીનંદન સોસાયટીમાં રહેતો સચીન ‌દિનેશ ‌મિશ્રા રીઢો ગુનેગાર છે અને છેલ્લા ઘણા સમયથી પાંડેસરા ‌વિસ્તારમાં લોકોને આંતરીને લુંટી લેતી ગુડ્ડુ પાંડે ગેંગનો સાગરીત છે. દર‌મિયાન આજે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે સચીન ‌મિશ્રા પાંડેસરાના તેરેનામ રોડ પર કોર્પોરેટર ‌ગિરજાશંકર ‌મિશ્રાની ઓફીસની સામેના ભાગે ઉભો હતો તે સમયે એક બાઇક પર બે જણા આવ્યા હતા અને બાઇક તેની નજીક લઇ જઇ ‌પિસ્તોલ જેવા હ‌થિયારમાંથી તેના પર બે રાઉન્ડ ફાય‌રિંગ કરી દીધું હતું. જેમાંથી એક ગોળી સચીનના ગળામાં વાગી હતી.

ફાય‌રિંગની ઘટના બનતા જીવ બચાવવા માટે સચીન નજીકના એક ઘરમાં ઘુસી ગયો હતો. ગોળીથી થયેલી ગંભીર ઇજાને કારણે વધુ પડતુ લોહી વહી જતા ત્યાંજ ફસડાઇ પડ્યો હતો. બનાવની જાણ થતા પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને હત્યારાઓને શોધવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ નજીકના સીસીટીવી કેમેરા પણ તપાસી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાંડેસરા ‌વિસ્તારમાં ગુડ્ડુ પાંડે ગેંગે છેલ્લા ઘણા સમયથી કેર વર્તાવ્યો હતો. રોજ રા‌ત્રિના સમયે ગુડ્ડુ પાંડે ગેંગના માણસો જાહેરમાં ઘાતક હ‌થિયારો સાથે ‌નિકળીને કોઇને પણ આંતરીને લુંટ ચલાવતા હતા. સચીન ‌મિશ્રા પણ આજ ગેંગનો સાગરીત હતો અને લુંટના ગુનામાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી અને બે ‌દિવસ પહેલા જ સચીન ‌મિશ્રા જેલમાંથી છુટ્યો હતો. ગુડ્ડુ પાંડેની કોઇ હરીફ ગેંગના માણસો અથવા તો સચીન ‌મિશ્રાના કોઇ નજીકના દુશ્મને તેની હત્યા કરાવી હોવાની ‌દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर