સુરતમાં યુવાનની કરપીણ હત્યા, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: May 16, 2018, 3:26 PM IST
સુરતમાં યુવાનની કરપીણ હત્યા, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
News18 Gujarati
Updated: May 16, 2018, 3:26 PM IST
સુરત: એક યુવાનની મોડી રાત્રે કરપીણ હત્યા હતા થતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આ ઘટના સુરતના લીંબાયતના શાહપુરમાં બની છે.

ઘટનાની વિગત અનુસાર મૃતક યુવાને થોડા દિવસો પહેલા જ લીંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું મારી જાન પર ખતરો છે. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે યુવાનની કરપીણ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આમ આ સમગ્ર મામલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ હાલ તો મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

અહીં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. કારણ કે એક અઠવાડીયામાં આ ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે. અને આ કેસમાં તો મૃતકે પોતાની  હત્યાની આશંકા પણ પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर