Home /News /south-gujarat /સુરત : પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે કરી હત્યા, પત્નીની નજર સામે જ પતિનું મોત

સુરત : પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે કરી હત્યા, પત્નીની નજર સામે જ પતિનું મોત

આલમના હુમલોમાં મોતને ભેટેલો કારખાનેદાર રામુ ગોસ્વામી

કારખાનેદારની પત્નીના પ્રેમ પાગલ આલમ નામના વ્યક્તિએ રામુ ગોસ્વામીની પત્ની અને પુત્ર સામે જ કરી હત્યા, હત્યા બાદ સોનાના ચેનની લૂંટ પણ ચલાવી

 સુરત : સુરત માં 24 કલાકમાં વધું એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોડપે નોંધાયો છે જેમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીના મોબાઇલ ફોન પર બબ્બે વખત કોલ કરી હેરાન કરનારને પરણિતાનો પતિ ઓળખી જતા પરિચિત ને ઠપકો આપનાર પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો. જોકે કારખાના માલિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ ટૂંકી સારવાર બાદ કરુંણ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તપાસ

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતમાં સતત દરોજ હત્યા અને હત્યના પ્રયાના ગુના દાખલ થઈ રહ્યા છે, ત્યારે ગતરોજ એકજ દિવસમાં પોલીસ ચોપડે હત્યાની બીજી ઘટના નોંધાઈ છે. સુરતના કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામી પોતાના પરિવાર સાથે અમરોલી વિસ્તારમા આવેલ કોસાડ આવાસમાં રહે છે.

જોકે આ કારખાના મલિક એવા રામુનીની પત્ની કવિતાના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પરંતુ કવિતાએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતા કવિતાએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુનઃ કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું.

આ પણ વાંચો : નરેશ કનોડિયાની વરવી વિદાયથી ગુજરાત રાજકારણમાં છવાયો શોક, 'અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે'

પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો. જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો.આ બાબતની અદાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતા. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતા વેંત આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા.
" isDesktop="true" id="1039910" >

આ પણ વાંચો :  સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

છરા વડે પેટમાં ઉંડો ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા ઉપરાંત ગળા, મોંઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જેથી પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડયા હતા. પરંતુ લાકડાના ફટકા વડે માતા-પુત્રને પણ માર માર્યો હતો અને રામુના ગળામાંથી 25 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઘટનાને પગલે દોડી આવેલા પડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. પરંતુ તબીબોએ રામુને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ પૈકી બે ની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Husband wife and lover, One sided love, Surat Crime, Surat news, Surat police, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन
विज्ञापन