સુરતઃ હત્યાની કોશિશના ગુનાનો આરોપી કોર્ટના ત્રીજા માળેથી કૂદ્યો

News18 Gujarati
Updated: August 23, 2019, 7:41 PM IST
સુરતઃ હત્યાની કોશિશના ગુનાનો આરોપી કોર્ટના ત્રીજા માળેથી કૂદ્યો
ત્રીજા માળેથી કૂદકો મારનાર આરોપી ઘટના સ્થળે

સદનસીબે વકીલોના ટેબલ પર છાંયા માટે બનાવાયેલા પતરાના શેડ પર આરોપી પટકાયો હતો.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ ઉમરા પોલીસે ઝડપી લીધાલા હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.એ દરમિયાન તેણે અગમ્ય કારણોસર કોર્ટના ત્રીજા માળેથી નીચે કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાયેલા આરોપીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઉમરા પોલીસે હત્યાની કોશિષ (307 કલમ) કરનાર આરોપી રાકેશ મહાલેની ધરપકડ કરી હતી. બાદમાં આજે બપોરના સમયે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ત્રીજા માળેથી કૂદકો લગાવી દેતા નીચે પટકાયો હતો.

સદનસીબે વકીલોના ટેબલ પર છાંયા માટે બનાવાયેલા પતરાના શેડ પર આરોપી પટકાયો હતો. જેથી તેને ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ દીપડો વીજ ડીપી સાથે ટકરાયો, કરંટ લાગતા મોત

ઉલ્લખનીય છે કે, આરોપીઓના જેલમાં આપઘાત કરવાના કિસ્સાઓ બનતા રહે છે. ક્યારેક કોર્ટમાંથી કે જેલમાંથી ફરાર થવાના કિસ્સાઓ પણ છાસવારે બને છે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading