સુરતવાસીઓને મનપાની ચેતાવણી, 'સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવો તો કપરા સમય માટે તૈયાર રહેજો'


Updated: April 5, 2020, 11:51 PM IST
સુરતવાસીઓને મનપાની ચેતાવણી, 'સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવો તો કપરા સમય માટે તૈયાર રહેજો'
ફાઈલ ફોટો

મનપા કમિશનર દ્વારા એપેડેમિક ડિઝિસ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડ્યું

  • Share this:
શહેરમાં આજે એક સાથે ત્રણ નવા પોઝિટિવ કેસો મળતાં મનપા પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા સંયુક્ત રૂપે લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગને વધુ કડક બનાવવા માટેïનો નિર્ણયો તાત્કાલિક અસરથી અમલી બનાવવાની ફરજ પડી છે.

મનપા કમિ. પાનીએ સોશિયલ ડિસ્ટન્સની અવગણના કરનાર તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવી દીધા છે કે, સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવો તો શહેરમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી મનપા કમિશનર દ્વારા એપેડેમિક ડિઝિસ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, બહાર ખરીદી કરવા નીકળનાર વ્યક્તિ જો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો ભરવો પડશે ૧૦૦ રૂ. દંડ ટૂંક સમયમાં માસ્ક નહીં પહેરનાર સામે પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે.

મનપા કમિ. પાનીએ સ્પષ્ટ રીતે નગરજનોને ચેતવતાં જણાવ્યું કે, સુરત હવે બીજા તબક્કામાં પ્રવેશી ગયું છે. લોકોની નાનકડી ભૂલ, બેદરકારીનું મોટું પરિણામ સમગ્ર શહેરને ભોગવવું પડી શકે છે. છેલ્લા ચાર પોઝિટિવ કેસો લોકલ ટ્રાન્સમિશન સંલગ્ન છે. એટલે કે, સોશિયલ ડિસ્ટન્સના જાળવણઈ થઇ ન હોવાનું સ્પષ્ટ છે. જા નગરજનો સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવે તો ૧૦૦ રૂ. દંડ ભરવો પડશે.

એટલું જ નહીં, મનપા કમિશનરે હવે સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવનાર લોકોએ હવે દંડ ભરવા તૈયાર રહેવું પડશે. આવતીકાલથી સુરતમાં રાઉન્ડ ધ ક્લોક શહેરની ખુલ્લી દુકાનોની આસપાસ સર્વે કરશે અને જે પણ વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતો હોય તેની પાસેથી ૧૦૦ રપિયા દંડ વસૂલવાની શરૂઆત કરશે.

આ બાજુ સુરતમાં ત્રણ બાળકીઓ કોરોનાની લડાઈમાં સહાય આપવા આગળ આવી છે. ત્રણ બાળકીઓએ કોરોનામાં સહાય માટે પોતાની બચતના પૈસા રાહત ફંડમાં લખાવી સમાજને એક અનોખો મેસેજ આપ્યો છે.

દાન આપનાર ત્રણ બાળકી
કોરોના વાયરસનો કહેર અત્ર-તત્ર-સર્વત્ર વર્તાઈ રહ્ના છે ત્યારે અનેક લોકોએ દાનની ગંગા વહેડાવી છે. જેમાં સુરત શહેરમાં આજે એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. નાની દિકરીઓએ પોતાનાં ગુલ્લકમાં જમા કરેલાં રૂપિયાને કોરોના વાયરસ અનુસંધાને દાન તરીકે ૩૦હજાર રૂપિયા સચિન પી.આઈ એન.એ દેસાઈને આપી સેવાની સુગંધ ફેલાવી દિધી છે.
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading