સુરતમાં ચિંતાજનક સ્થિતિ! મનપાના 32 કર્મચારી અત્યાર સુધીમાં Corona પોઝિટિવ


Updated: May 19, 2020, 7:25 PM IST
સુરતમાં ચિંતાજનક સ્થિતિ! મનપાના 32 કર્મચારી અત્યાર સુધીમાં Corona પોઝિટિવ
સુરત મહાનગરપાલિકા (ફાઈલ ફોટો)

સુરત મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઈન વોરિયર્સ જેઓ તમામ કામગીરી સાથે સંકળાયેલા હોય તેઓ જ પોઝીટીવ આવશે તો સંક્રમણનો ખતરો પણ વધુ ફેલાશે જે ચિંતાજનક

  • Share this:
સુરતમાં ઘણા ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. કોરોનાની લડાઈમાં હાલમાં સુરતમ હાનગરપાલિકાના પણ ઘણા કર્મચારીઓ કોરોનાની કામગીરીમાં જોડાયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમર્ચારીઓ પણ કોરનામાં સપડાઈ ચુક્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાના જ ૩૨ કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

સુરતમાં કોરોનાન ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોનાને માત આપવા માટે જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓ જ કોરોનાની ચપેટમાં આવતા તંત્રની ચિંતા વધી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દિવસ-રાત કોરોનાની લડાઈમાં કામગીરી કરી રહી છે.

સુરત મનપાના કર્મચારીઓને રજા પણ આપવામાં આવી રહી નથી. અને સતત છેલ્લા ૨ મહિનાથી તેઓને વિવિધ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. ત્યારે સુરત મનપાના જ ૩૨ કર્મચારીઓ અત્યારસુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. જેમાં ૮ સફાઈ કર્મચારીઓ, ૨ આયા, ૫ એસ.એસ.આઈ, ૨ પટાવાળા તેમજ અન્યમાં પી.એચ.ડબ્લ્યુના કર્મચારી, આઈ.સી.ડી.એસ સુપરવાઈઝર, વોર્ડ બોય, ટેકનીકલ આસીસટન્ટ, ડ્રાઈવર, બેલદાર, માર્શલ, આંગણવાડી વર્કર, સેક્શન ઓફિસર, ડી.ઈ.ઓ, કેસ પેપર ઓપરેટર, વાલ્વ ઓપનર, નર્સ, આ લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

તા. ૧૪ એપ્રિલથી ૧૮ મે સુધીમાં સુરત મહાનગરપાલિકાના કુલ ૩૨ કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. જેથી સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ ફ્રન્ટલાઈન વોરિયર્સને વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.

સુરત મનપા કમિશનરે જણાવ્યું હતું કે, કોરોના માટે ફ્રન્ટલાઈન વોરિયર્સ મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે ત્યારે તેઓ જ કોરોનાની ચપેટમાં આવી જશે તો ચિંતા વધશે. જેથી તેઓએ ફરજીયાત માસ્ક પહેરવું અને સોશીયલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરવું અને ગ્લ્વઝ પહેર્યા હોય તો તે પણ ગમે ત્યારે કાઢીને પોકેટમાં મુકવા નહી અને ઘરે પરત ફર્યા બાદ પણ યોગ્ય રીતે ચીજ-વસ્તુઓ અલગ મુકી સેનીટાઈઝેશનનું ધ્યાન રાખવું. સાથે જ ફ્રન્ટલાઈન વોરિયર્સ જેઓ તમામ કામગીરી સાથે સંકળાયેલા હોય તેઓ જ પોઝીટીવ આવશે તો સંક્રમણનો ખતરો પણ વધુ ફેલાશે જેથી ફ્રન્ટલાઈન વોરિયર્સમાં વધી રહેલા કેસો ચિંતાજનક છે.
First published: May 19, 2020, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading