Home /News /south-gujarat /

કિશોરી-વિધર્મી યુવકની ટ્રેનમાં શરૂ થઇ પ્રેમ કહાની, સુરતની હૉટલમાં દુષ્કર્મ કરીને મુંબઇ ભગાડી ગયો અને...

કિશોરી-વિધર્મી યુવકની ટ્રેનમાં શરૂ થઇ પ્રેમ કહાની, સુરતની હૉટલમાં દુષ્કર્મ કરીને મુંબઇ ભગાડી ગયો અને...

પ્રતિકાત્મક તસવીર

15 વર્ષની કિશઓરીને 30 વર્ષીય વિધર્મી યુવક સાથે પરિચય થયો હતો.

સુરત : સંબંધીના લગ્નમાં હાજરી આપીને માસી સાથે સુરત (Surat) આવીતી કિશોરીને ટ્રેનમાં (Train) એક યુવક સાથે પરિચય બાદ પ્રેમ (love) થયો અને યુવતી આ મુંબઈના (Mumbai) યુવક સાથે ભાગી ગઇ હતી. જોકે યુવાન સુરતની એક હોટલમાં લઇ જઇને યુવતી પર બળાત્કાર કરતા યુવતી આ યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે મુંબઈના યુવકની ધરપકડ કરી છે.

સુરતમાં માસીને ત્યાં રહેતી કિશોરી સાથે તેના પ્રેમી દ્વારા બળાત્કારની ઘટના સામે આવી છે. મૂળ આગ્રાની રહેવાસી એવી 15 વર્ષીય કિશોરી સંબંધીના લગ્નપ્રંસગમાં સામેલ થઈને માસી સાથે આગ્રાથી ટ્રેનમાં સુરત આવી રહી હતી. ત્યારે  એ જ કોચમાં અજમેરથી મુંબઈ જઈ રહેલા 30 વર્ષીય વિધર્મી યુવક સાથે પરિચય થયો હતો. જોકે, આ યુવકે પહેલા કિશોરીનો મોબાઈલ નંબર લીધો હતો. પહેલા આ બંનેવમાં મિત્રતા થઈ ત્યારબાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થઈ. જોતજોતામાં બંનેવ વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જેને લઈને મુંબઈનો યુવક  થોડા દિવસો પછી  સુરત આવી કિશોરીને રેલવે સ્ટેશન પાસે એક હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ મધ્યસ્થ જેલમાં મોબાઇલ લાવનારા ત્રણ કેદીઓ ઝડપાયા, જેલ કર્મીઓની સંડોવણી પર મોટો સવાલ

12 માર્ચે મોહંમદ સાજીદ લગ્નની લાલચે કિશોરીને મુંબઈ ભગાડી ગયો હતો. કિશોરીના ભાઈએ તે વખતે ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી. સાજીદ કિશોરીને થોડા દિવસોમાં સુરત સ્ટેશને મુકી ભાગી ગયો હતો. કિશોરીએ માસીને જાણ કરતા માસી તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. તે સિટીલાઇટમાં માસીને ત્યાં રહે છે અને માસી બિમાર હોવાથી આગ્રાથી થોડા સમય માટે આવી હતી.

આ પણ જુઓ- 

કિશોરીના માસા કાપડનો વેપારી છે અને હાલમાં અકસ્માતને કારણે પથારીવશ છે. ઉમરા પોલીસે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધી મોહંમદ સાજીદ મેમણની ધરપકડ કરી છે. તે મુંબઈમાં અંધેરી ટીએમ ટાવરમાં રહે છે અને ફુટપાથ પર ચશ્મા અને ટોપીનો વેપાર કરે છે.

આ પણ વાંચો - પાણીથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યું છે ગાયનું દૂધ, 15-18 રૂપિયે લીટર વેચવા ખેડૂતો મજબુર
Published by:Kaushal Pancholi
First published:

Tags: Family, Minor, Surat police, ગુજરાત, સુરત

આગામી સમાચાર