મુંબઇથી સુરત ફરવા આવેલી યુવતીને ધાબા પર ફોન પર વાત કરવી પડી ભારે, નીચે પટકાતા મોત


Updated: May 2, 2020, 10:46 AM IST
મુંબઇથી સુરત ફરવા આવેલી યુવતીને ધાબા પર ફોન પર વાત કરવી પડી ભારે, નીચે પટકાતા મોત
પ્રતિકાત્મક તસવીર

યુવતી ફોન પર વાત કરી રહી હતી ત્યારે ફોન હાથમાંથી છુટી જતાં ફોનને પકડવાના ચક્કરમાં નીચે પટકાઈ હતી

  • Share this:
સુરત : શહેરમાં સચિન ખાતે જનતા કરફ્યુના બે દિવસ પહેલા પરિવાર સાથે મુંબઈથી ફરવા આવેલી યુવતીનું પાંચમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતી ફોન પર વાત કરી રહી હતી ત્યારે ફોન હાથમાંથી છુટી જતાં ફોનને પકડવાના ચક્કરમાં નીચે પટકાઈ હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું છે.

સુરતમાં કોરોના વાયરસ લઇને લૉકડાઉન ચાલે છે ત્યારે સુરતનાં સચિન વિસ્તારમાં આવેલા સચીન પારડી ખાતે રાજઅભિષેક સીટી હોમ્સમાં રહેતા ક્રિષ્ણાભાઈને ત્યાં જનતા કફર્યુના બે દિવસ પહેલા તેમની પિતરાઈ બહેન 18 વર્ષીય દક્ષિતા હીરાલાલ યાદવ પરિવાર સાથે મુંબઈથી સુરત ફરવા માટે આવી હતી. જનતા કફર્યુ બાદ લોકડાઉનની જાહેરાત કરાતા દક્ષિતા પરિવાર સાથે સુરતમાં ફસાઈ ગઈ હતી. ગઈકાલે સાંજે દક્ષિતા પાંચમા માળે ધાબા ઉપર બેસી કોઈક વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હતી. ત્યારે અચાનક તેનો ફોન હાથમાંથી છૂટી જતાં તે ફોન પકડવા આગળના ભાગે નમતાં બેલેન્સ ખોરવાઈ ગયું હતુ. તે પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. દક્ષિતાને પહેલા તો ઘર નજીકના એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહીં તેની હાલત ગંભીર થઇ ગઇ હતી.

આ પણ વાંચો - આ ઝોનમાં રહેતા લોકો કરી શકશે ઑનલાઇન શૉપિંગ, મોબાઇલ, ફ્રિજ, AC સહિતનો સામાન ખરીદી શકાશે

ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં દક્ષિતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દક્ષિતાના પિતા હીરાલાલ યાદવ ઇન્દૌરમાં ગો ગ્રીન ટેક્સટાઇલ ઇન્ડિયા નામની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દક્ષિતાને અન્ય બે ભાઈ છે. એકની એક પુત્રીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટના અંગે સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ - 
 
First published: May 2, 2020, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading