સુરત : નાણાંકીય લેતીદેતીના વિવાદમાં મુંબઇનાં હીરા વેપારીનાં અપહરણનો પ્રયાસ


Updated: December 10, 2019, 2:51 PM IST
સુરત : નાણાંકીય લેતીદેતીના વિવાદમાં મુંબઇનાં હીરા વેપારીનાં અપહરણનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ દોડી આવતા ધમકી ઉચ્ચારનાર ત્રણેવ વેપારી સહિત 9 લોકોની ધરપકડ કરી છે.

  • Share this:
સુરત : કતારગામના નીરૂ ફાર્મમાં રૂ.1.40 કરોડથી વધુની મત્તાનાં હીરાની નાણાંકીય લેતીદેતીનાં વિવાદમાં મુંબઇના હીરા દલાલ અને તેમના બનેવીને વાતચીત કરવાના બહાને ભાવનગરનાં ત્રણ હીરા વેપારીઓએ બોલાવ્યાં હતાં. જ્યાં આ વેપારીઓએ એક તમાચો ઝીંકી દઇ હાથ-પગ તોડી નાંખી લાશ સગેવગે કરવાની ધમકી આપી હતી. આ સાથે વેપારીનાં અપહરણની પણ ધમકી આપી હતી. જોકે, ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ દોડી આવતા ધમકી ઉચ્ચારનાર ત્રણેવ વેપારી સહિત 9 લોકોની ધરપકડ કરી છે. તપાસ હાથ ધરી છે.

મુંબઇ મીરા રોડ સ્થિત શાંતિનગર સોસાયટીનાં આકાશ છાયા એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ મહેશ અમરશી નાવડીયા હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. એકાદ વર્ષ અગાઉ તેઓ હીરા દલાલીનું કામ કરતા હતા. ત્યારે ભાવનગરના આરટીઓ રોડ ખાતે રહેતા બનેવી રમેશ જીવરાજ સુતરીયા પાસેથી હીરા મંગાવી મુંબઇમાં વેચાણ કરતા હતા. દરમિયાન બનેવી રમેશ હસ્તક રૂ.1.40 કરોડની મત્તાના હીરા મંગાવી મુંબઇમાં વેચાણ કર્યા હતા.  ત્યાર બાદ ધંધો બંધ કરી દીધો હતો. પરંતુ રૂ. 1.40 કરોડનાં હીરા બનેવી રમેશ હસ્તક મુંબઇ મંગાવી કમિશન પર વેચાણ કર્યા હતા. તેના નાણાંકીય હિસાબ મુદ્દે બનેવી રમેશ સુતરીયાએ જે વેપારી પાસેથી હીરા ખરીદ્યા હતા તે પ્રદીપસિંહ કિરીટસિહ ગોહિલ, જેરામ લવાડા અને લાભુભાઇ સોલંકી સાથે નાણાંકીય લેતી-દેતી મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને ભાવનગરના આ ત્રણ વેપારી દ્વારા સાળા-બનેવીને ધાક-ધમકી આપવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : ગોધરાથી ગુમ થયેલા ચાર પટેલ યુવાનોનાં જૂનાગઢ પાસેથી મૃતદેહ મળ્યાં

દરમિયાન સુરત ખાતે લગ્ન પ્રસંગમાં મહેશ હાજરી આપવા આવ્યા હોવાથી શનિવારે કતારગામનાં નીરૂ ફાર્મમાં નાણાંકીય વિવાદ મુદ્દે બેઠક રાખવામાં આવી હતી. જેમાં મહેશભાઇ ઉપરાંત તેમના બનેવી રમેશ સુતરીયા અને અન્ય સંબંધી કિરણ નાવડીયા, ભરત જીવાણી, વિકાસ નાવડીયા અને સંજય દિયોરા નીરૂ ફાર્મની સામે વાટીકા ફાર્મમાં બેસીને વાતો કરતા હતા. ત્યારે પ્રદીપસિંહ, જેરામ લવાડા, લાભુ સોલંકી સહિત સાતથી આઠ જણા ત્રણ કારમાં ઘસી આવ્યા હતા. અને લેતીદેતી મુદ્દે મહેશને એક તમાચો ઝીંકી દીધો હતો. સાળા-બનેવીને કારમાં ઉંચકી જઇ હાથ-પગ તોડી નાંખી લાશ સગેવગે કરવાની ધમકી આપી હતી. આ સમયે સંજય દિયોરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતા કતારગામ પોલીસ ઘસી આવી હતી. આ અંગે ફરિયાદ નોંધી ભાવનગરનાં ત્રણ હીરા વેપારીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે પ્રદીપસિંહ ગોહિલ, જેરામ લાવડા અને લાભુ સોલંકી સહિત 9 લોકોની કરી ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: December 10, 2019, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading