દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંક્યા વધતી જાય છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો જાય છે. અનેક લોકો રોડ અકસ્માતમાં કમોતે મોતને ભેટતા હોય છે. આવી જ વધુ એક દુર્ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે. અહીં બસ ઊંડી ખીણમાં ખાબકી છે, જેમાં 6 જેટલા લોકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ પર એક બસ અકસ્માતનો ભોગ બની છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત એ છે કે, આ બસમાં મરનારા લોકો સુરતના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.
સૂત્રો અનુસાર, બસ જ્યારે મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ થઈ તેરંગા ઘાટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં જઈ ખાબકી, બસમાં સવાર યાત્રીઓમાં 6 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે.
બસમાં સવાર લોકો સુરતના હોવાની માહિતી મળતા સુરતનું તંત્ર પણ સંપર્ક કરવામાં લાગી ગયું છે. કહેવાય છે કે, સુરતના લોકો શિરડી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો છે. એટલે કે, મરનાર લોકો અને ઘાયલ થનારા લોકો મોટાભાગના સુરતના જ હોવાનું અનુમાન છે.
#Maharashtra: Death toll rises to 6 in bus accident that occurred near Trimbakeshwar road in Palghar district today. 45 people were injured in the accident. https://t.co/cZwXB4tr13
હાલમાં ઘાયલ લોકોને બચાવવાની તંત્રએ કામગીરી હાથ ધરી છે. બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ખીણમાં ઉતરી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી રહી છે. બસ ખીણમાં ખાબકી હોવાથી બચાવ ટીમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુ બાજુના વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ બોલાવી લેવામાં આવી છે, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે, વ્યવસ્થા સંભાળવા માટે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર