મ્યુકોરમાઈકોસિસ બીમારીથી ગંભીર સ્થિત : હવે આ બીમારી મગજ સુધી પહોંચી, રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા

મ્યુકોરમાઈકોસિસ બીમારીથી ગંભીર સ્થિત : હવે આ બીમારી મગજ સુધી પહોંચી, રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા
મ્યુકોરમાઈકોસિસ બીમારી મગજ સુધી પહોંચી, સુરતમાં બે કેસ

આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે. ઈન્જેક્શનના 150થી 180 ડોઝ આપવા પડે છે

  • Share this:
સુરત : કોરોના બાદ હવે બધું એક નવી બીમારીએ લોકોને ભરડામાં લીધા છે, આ બીમારી છે મ્યુકોરમાઇકોસીસ. કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. ગંભીર બિમારીના લક્ષણો જોવા મળતા આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ 25 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જે પૈકી 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. અત્યારસુધી શહેરની વિવિધ હોસ્પિટલમાં 185 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 67 સાજા થઈ પરત ઘરે ફર્યા છે અને 99 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. તો આ બીમારીને લઈ 16 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે હવે આ બીમારી મગજ સુધી પહોચી ગઈ છે. જેના રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. જેને લઈને તબીબોમાં ચિંતા વધવા પામી છે.

સુરતમાં કોરોનામાંથી સજા થયા બાદ મ્યુકોરમાઇકોસિસ નામનો નવો રોગ હવે લોકોને ભીંસમાં લઇ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે. દર્દીને મોતથી બચાવવો હોય તો સંક્રમિત અંગો કાઢી લઈને અન્ય અંગોમાં એને ફેલાતો રોકવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. આ જોખમી રોગ કોરોનામાં ઓક્સીજન સહિતના ગંભીર તબક્કામાંથી પસાર થયેલા કે પછી સાજા થયેલા દર્દીઓને જ વધુ થાય છે.આ પણ વાંચો - રાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

જો કે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી જવાના ગુજરાતના પ્રથમ ૨ કેસ સુરતમાં નોંધાયા છે. શહેરની સિવિલ, સ્મીમેર અને કિરણ હોસ્પિટલ મળીને કુલ 185 દર્દીઓ સારવાર હેઠળ છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. ૧૮૦ ઈન્જેક્શન આપવાના હોય ત્યારે વારંવાર દર્દીઓને નીડલ ઘોંચવી ન પડે માટે ગરદન પાસેથી સેન્ટ્રલ વેઈન હૃદય સુધી પસાર કરવામાં આવે છે. ૨૫૦ એમજીના વિવિધ ડોઝ દર્દીઓને તેમના શરીરની સ્થિતિ જાણીને આપવા પડે છે. આમ, દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. તેમાં ખૂબ સાવચેતી અનિવાર્ય છે.

આ પણ વાંચો - વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

કોઈક દિવસ ઈન્જેક્શન નહીં આપી દિવસ ખાલી પણ છોડવો પડે છે. ધ્યાન ન રાખવામાં આવે તો, કિડની ડેમેજ થઈ શકે છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે. અંદાજે દોઢ મહિના સુધીમાં ઈન્જેકશનનો બેચ તૈયાર થતો હોય છે. હાલ જે પ્રમાણે દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે ઈન્જેક્શનની ડિમાન્ડ મોટી છે. જેના કારણે સરકાર દ્વારા રેમડેસિવિરની જેમ હોસ્પિટલને ઈન્જેક્શનની જરૂરિયાત પૂરી પાડવા માટેનું આયોજન કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

સ્થાનિક તજજ્ઞ તબીબો જણાવે છે કે, ઝડપથી વકરી રહેલા મ્યુકોરમાઈકોસિસ બ્લડ આર્ટરીથી શરીરના વિવિધ ભાગોમાં ફેલાય છે. શરૂઆત સાયનસથી થઈને આંખ, મેગ્ઝિલા અને તેનાથી પણ આગળ વધી શકે છે. ઘણા કિસ્સાઓમાં પ્રાથમિક તબક્કે ધ્યાન નહીં રાખવામાં આવે તો હૃદય સુધી જતી વિવિધ આર્ટરીને પણ બ્લોક કરીને ધબકારા બંધ કરી શકે છે. જેથી ખૂબ જ કાળજીપૂર્વક મ્યુકોરમાયકોસિસની સારવાર કરવી પડતી હોય છે.
Published by:kiran mehta
First published:May 13, 2021, 15:34 pm

ટૉપ ન્યૂઝ