સુરત : ફાયર સેફ્ટી વગરની કોવિડ હૉસ્પિટલો બાદ હવે કોવિડ હૉટલો સાથેના MoU રદ કરાયા


Updated: August 11, 2020, 2:44 PM IST
સુરત : ફાયર સેફ્ટી વગરની કોવિડ હૉસ્પિટલો બાદ હવે કોવિડ હૉટલો સાથેના MoU રદ કરાયા
SMC (ફાઇલ તસવીર)

અમદાવાદ અને આધ્રંપ્રદેશના વિજયવાડાની ઘટના બાદ સુરતનું ફાયર તંત્ર સફાળું જાગ્યું, કોવિડ હૉસ્પિટલો અને કોવિડ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું.

  • Share this:
સુરત : કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે તંત્ર દ્વારા ખાનગી હૉસ્પિટલ (Private Covid Hospitals) સાથે કેટલીક હોટલોને કોવિડ સેન્ટર બનાવ માટે એમઓયૂ (Memorandum of understanding) કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ ખાનગી હૉસ્પિટલ અને ત્યાર બાદ વિજયવાડા ખાતે કોવિડ સેન્ટર બનાવવમાં આવેલી હોટલમાં લાગેલી આગમાં કોરોના દર્દીઓનાં મોતને પગલે સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે. સુરત તંત્ર દ્વારા જે હૉસ્પિટલો અને ખાનગી હૉટલો (Hotels) પાસે ફાયર સેફ્ટી નથી તેમની સાથે એમઓયૂ રદ કરી દેવામાં આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે અમદાવાદની ખાનગી હૉસ્પિટલ આગની ઘટનામાં આઠ લોકોનાં મોત થયા હતા. સુરત તંત્ર દ્વારા કોરોના સારવાર માટે 38 કરતા વધુ ખાનગી હૉસ્પિટલ સાથે એમઓયૂ કરવામાં આવ્યા છે. જોકે, અમદાવાદની ઘટના બાદ તંત્ર તરફથી ખાનગી હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઇને તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલિક હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી ન હોવાથી તેમની સાથે ઓમઓયૂ રદ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ : રવિન્દ્ર જાડેજા-રિવાબા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે માસ્ક બાબતે તડાફડી!

બીજી બાજુ આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતા 11 દર્દીનાં મોતની ગંભીર ઘટના બાદ સુરત પાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. આજે શહેરની કોવિડ-કેર સેન્ટરમાં ફેરવાયેલી 5 હોટલમાં ફાયર વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અઠવાલાઇન્સ પર આવેલ ક્રિષ્ના હોટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી નોટિસ ફટકારી હતી. જ્યારે બાકીની ચારમાં ફાયર સેફ્ટી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક

મિશન હોસ્પિટલ દ્વારા ક્રિષ્ના હોટલ સાથે કોવિડ કેર સેન્ટરના એમઓયૂ કરાયા હતા. હોટલમાં કોઇ દર્દી ન હતા. હોટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી. આ ઉપરાંત પ્રવેશ અને નિકાસ માટે એક જ રસ્તો હતો. આથી ફાયરે સુવિધા ન હોવાથી હોટલને નોટિસ ફટાકરી છે અને હૉસ્પિટલ સાથે એમઓયૂ રદ કરવા તાકીદ કરાઈ છે. ફાયર વિભાગે આજે સેલિબ્રેશન હોટલ, ગોલ્ડન સ્ટાર, જીંજર, વિજયા લક્ષ્મી હોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: August 11, 2020, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading