Home /News /south-gujarat /

સુરત : ટેક્ષટાઈલ માર્કેટમાં 70 ટકાથી વધુ દુકાનો ભાડા પર, વેપારીઓની હાલત કફોડી બની

સુરત : ટેક્ષટાઈલ માર્કેટમાં 70 ટકાથી વધુ દુકાનો ભાડા પર, વેપારીઓની હાલત કફોડી બની

ફાઈલ ફોટો

સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં સૌથી વધારે કોઇ દુકાનોનું ભાડું હોઇ તો તે મીલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં છે. જયા એક દુકાનનું ભાડું એક લાખ થી 1.25 લાખ સુધીનું છે. અને આ માર્કેટમાં 80 ટકા દુકાનો ભાડા પર ચાલે છે

સુરત શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમ છતા કેટલાક કન્ટેઇન્ટમેન્ટ ઝોનના નિયમો હળવા કરી સુરત ટેક્ષટાઇલ માર્કેટો ખોલી દેવામાં આવી છે. આવા સમયે વેપારીઓએ પોતાની દુકાનોતો ખોલી છે પરંતુજે ધંધાની આસાઓ હતી તે રીતે ધંધો શરૂ નથી થયો માત્ર 5 ટકા ધંધો ચાલી રહ્યો છે. જેથી ભાડા માફિની માંગ સાથે તમામ દુકાન દારો આગળ આવ્યા છે. સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં 70 ટકા થી વધુ દુકાનો ભાડા પર ચાલે છે તેમની આજે આર્થીક હાલત કફોડી બની ગઇ છે.

સુરત શહેરમાં 185 માર્કેટોમાં 65 હજાર કરતા વધુ દુકાનો ચાલે છે. જેમાં 70 ટકા થી વધુ દુકાનો ભાડા પર ચાલે છે જે આકડો ખુબજ મોટો છે. લોકડાઉનને કારણે દુકાનો બંધ હતા ધંધા વ્યવહારો બધુ બંધ હતું. આવા સમયે હાલમાં વેપારીઓ દુકાનમાં લોક ડાઉનનાં દરમિયાનનું ભાડું માફ કરવાની અપીલ કરી રહ્યા છે. જયારે આગામી સમયમા જે ભાડું છે એને લાંબા સમય માટે 50 ટકા કરી નાખવું જોઇએ.

સુરત શહેરની ટેક્ષટાઇલ માર્કેટોમાં 10 હજારથી લઇને 1.25 લાખ સુધીનુ એક દુકાનનું માસીકભાડું છે. આવા સમયે દુકાન દારોને ધંધો ઠપ થઇ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વેપારીઓ ફોસ્ટા પાસે પણ અપેક્ષા રાખી રહી છે કે તેમના દ્વારા ભાડા માફ કરવા અને તેને આગામી દિવસોમાં ભાડા ઓછા કરવા માટે માંગ કરવામાં આવે પરંતુ ફેડરેશન દ્વારા હાથ ઉચા કરી લેવામાં આવ્યા છે કે અમે વેપારી અને માલીક વચ્ચે્ નહીં આવી શકીએ, પરંતુ જો કોઇ રજુઆત કરશે તો અમે ચોકસ બંન્ને પક્ષોને સામે બેસાડી સમાધાન કરાવવાનો પ્રયાસ કરશું. પરંતુ હાલમાં ટેક્ષટાઇલ માર્કેટ કે જે રોજનું 80થી 100 કરોડ અને સીઝનમાં 200 કરોડનો વેપાર કરે છે તેઓ હાલમાં 15 થી 20 કરોડમાં આવી ગયા છે. જેથી તેમને ભારે તકલીફોનો સમાનો કરવો પડી રહ્યો છે.

અશોકો ટાવર માર્કેટમાં અનીલ જૈન એક નાની દુકાન ધરાવે છે. તેમની દુકાનનું 15 હજાર રૂપિયા લેખે ભાડું છે. પરંતુ લોકડાઉનને કારણે તેમને એટલી તકલીફ પડી હતી કે, પહેલા સીઝનના જે ઓર્ડર હતા તેના પેમેન્ટ આવ્યા નથી. જયારે આગામી સમયમાં કોઇ ઓડર મળી નથી રહ્યા. જેથી જો તેમનું ભાડું માફ કરવામાં નહિ આવે તો તેમની પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે તેમ છે.

જયારે બીજી બાજું મધ્મ કેવાતી માર્કેટ જે જે માર્કેટમાં એક નાની દુકાન સુરશભાઇ જૈન ધરાવે છે, તેમની દુકાનનુભાડું 53 હજાર રૂપિયા એક મહિનાનું છે. તેમણે પણ માલીક પાસે ત્રણ મહિનાનું ભાડું માફ કરવાની સાથે આગામી 2020ના ડિસેમ્બર સુધી ભાડું 50 ટકા કરવાની માંગ કરી છે. સુરેશ ભાઇની હાલત એવી છે કે જો તેમને ભાડામાં રાહત નહિ આપવામાં આવે તો તેમણે નાની દુકાન અન્ય જગ્યાએ લેવી પડશે ભાડે અને ત્યા પણ દુકાન નહિ ચાલી તો તેમણે પોતાના ગામ રાજસ્થાન પરત જવાનો વારો આવશે.

સુમીત મેરતવાલ યુવાન છે અને થોડા સમય પહેલાજ તેણે કાપડના વ્યાપારી તરીકે માર્કેટમાં પગ મુકયો હતો. પરંતુ હાલમાં સુમીતની દુકાનનું ભાડું 50 હજાર છે. જે તેને લોકડાઉન બાદ ખુબજ વધારે લાગી રહ્યું છે. તેનું કહેવું છેકે આવા સમયમાં અમને સહકાર આપવામાં નહિ આવેતો આગામી સમયમાં અમારે વેપાર કરવો ખુબજ અધરો છે.

નાના વેપારીઓની આવી હાલત છે અને તેઓ તકલીફમાં છે પરંતુ મોટા વેપારીઓ કે મોટો વ્યાપાર કરે છે. તેમની હાલત પણ સારી નથી. સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં સૌથી વધારે કોઇ દુકાનોનું ભાડું હોઇ તો તે મીલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં છે. જયા એક દુકાનનું ભાડું એક લાખ થી 1.25 લાખ સુધીનું છે. અને આ માર્કેટમાં 80 ટકા દુકાનો ભાડા પર ચાલે છે. ત્યારે તમામ વેપારીઓ એક થઇ ગયા છે,. અને સહિ ઝુંબેશ કરવાની સાથે મીટીંગો કરી ભાડા માફિની વાત કરી રહ્યાછે. તેમને ભાડું માફી તો જોઇએજ છે પરંતુ તેમને આગામી સમય સુધી ભાડમા 50 ટકાની રાહત પણ જોઇએ છે તે વેપારીઓએ એક જુઠ થઇને માલીકો સુધી વાત મુકી પણ દીધી છે. જે માટે તેઓ સતત મીટીગો કરી પણ રહ્યા છે.

સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં નાનો વેપારી હોઇ કે પછી મોટો વેપારી તમામ લોકો ભાજા માફિની માંગ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં તેમની આ માંગ માલીકો દ્વારા સ્વીકારવામાં નહિ આવે તો તેમની પરિસ્થિતી ખુબજ ખરાબ થઇ શકે તેમ છે.
Published by:kiran mehta
First published:

Tags: COVID-19, Surat coronavirus updates, Surat textile merchant, Textile market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन