સુરતમાં 24 કલાકમાં વધુ 230 covid-19 પોઝિટિવ કેસ, આ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે coronavirus


Updated: August 27, 2020, 8:40 PM IST
સુરતમાં 24 કલાકમાં વધુ 230 covid-19 પોઝિટિવ કેસ, આ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે coronavirus
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 61 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 20055 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 799 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરત: શહેરમાં કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 230 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (covid-19 positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 61 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 20055 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 799 પર પહોંચ્યો છે. તેવામાં આજે 198 દર્દી કોરોનાને (coronavirus) માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 230 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 169  કેસ નોંધાયા છે., આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 15761  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 61  કેસ સાથે દર્દી સંખ્યા 4294 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 20055 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 795 થયો છે. જેમાંથી  192 મૃત્યુ જિલ્લાના છે અને 607 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 130 જ્યારે જિલ્લામાં આજે 68  દર્દીને રજા આપતા, કુલ 198 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 16529 જેમાં ગ્રામીય વિસ્તારના 3468 દર્દી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 11 , વરાછા એ ઝોનમાં 13. વરાછા બી 2  08 રાંદેર ઝોન 30  કતારગામ ઝોનમાં 19 લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 20 અને અથવા ઝોનમાં 55 કેસ નોંધાયા.આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ તંદુરી રોટી ખાવાની જીદ કરતા થયો કકળાટ, આવેશમાં આવી પત્નીએ ઉંદર મારવાની દવા પીધી

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે. આ સાથે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 26 ઓલપાડ 7 કામરેજ 1, પલસાણા 11, બારડોલી 2, મહુવા 1, માંડવી 6, અને માંગરોળ 7, અને ઉમરપાડા 0  કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું. પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: ankit patel
First published: August 27, 2020, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading