Home /News /south-gujarat /

સુરતના રસ્તાઓની હાલત બિસ્માર, 132 કરતા વધુ રસ્તાઓમાં ખાડા

સુરતના રસ્તાઓની હાલત બિસ્માર, 132 કરતા વધુ રસ્તાઓમાં ખાડા

સુરતના ખરાબ રસ્તાની તસવીર

સુરત શહેર 326 સ્કવેર કીલોમીટરમાં ફેલાયેલું છે જેમાં ગત વર્ષે સુરત શહેરમાં 584 કીમીના 1279 રસ્તા બનાવવામા આવ્યા હતા.

  પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ વરસાદના કારણે શહેરના રસ્તા બિસમાર બની જતા વાહનચાલકોને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. શહેરમાં એક બે નહીં પરંતુ 132 કરતા વધારે રોડ તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે.

  સુરત શહેર (surat city) 326 સ્કવેર કીલોમીટરમાં ફેલાયેલું છે જેમાં ગત વર્ષે સુરત શહેરમાં 584 કીમીના 1279 રસ્તા બનાવવામા આવ્યા હતા. જયા વરસાદ (Rain)બાદ તપાસ સર્વે કરવામાં આવ્યો હતો તે પ્રમાણે જોવા જઈએ તો શહેફમાં ડામરના 2700 રસ્તાઓ આવેલા છે..આ પૈકી ઇજારેદારની ડિફેક્ટ લાયાબિલીટી ધરાવતા 1279 રસ્તા છે. (Monsoon)ચોમાસામાં ડામરના રસ્તા ધોવાઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ સાત ઝોનમાં ડામરના રસ્તાનો સર્વે કરવામાં આવ્યો હતો.

  1279 રસ્તાઓ પૈકી 580 કિલોમીટર લંબાઈમાં 1015 રસ્તાઓના ફરી કરાયેલા સર્વેમાં 32 રસ્તાઓ અત્યંત ખરાબ થયા હોવાનું જણાયું છે. જ્યારે 130 રસ્તાઓ થોડા ઘણા ખરાબ થયા હોવાનું માલુમ પડ્યું છે.128 રસ્તાઓને વધતે ઓછે અંશે નુકસાન થયું છે. શહેરમાં ડામરના 660 રસ્તાનો સર્વે બાકી છે જેની કામગીરી હજી ચાલે છે. અત્યારસુધી થયેલા સર્વેમાં ઉધના ઝોન, અઠવા ઝોન અને વરાછા ઝોનમાં સૌથી વધારે રસ્તાઓ બગડ્યા છે. શહેરમાં રસ્તાઓ તૂટવા પાછળનું મુખ્ય કારણ રસ્તાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે.

  સુરત શહેરમાં રસ્તા તુટવાની બાબતે મેયર જગ્દીશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે દર વર્ષે આ પ્રોબલમ આવે છે અને ફરિ એક વખત આ સમસ્યા સામે આવી છે અમે રસ્તા રીપેર કરાવી લેશું અને જે કોન્ટ્રાકટરોએ રોડ બનાવ્યા હશે. જો તેઓ ત્રણ વર્ષની અંદરના હશે તો તેમની પાસે જ રીપેર કરવામાં આવશે. અને જો જૂના હશે તેને મહાનગર પાલિકા રીપેર કરશે. તેમજ જો કોઇ બેદરકારી સામે આવશે તેની સામે પગલા ભરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ હત્યાના આરોપીઓની ધમકીથી કંટાળી દુકાનદારનો આપઘાતનો પ્રયાસ

  વિરોધપક્ષનેતા પ્રફુલ તોગડિયાએ સીધો આક્ષેપ શાસકો પર કર્યો હતો વિરોધ પક્ષે જણાવ્યું હતુ કે રસ્તા તૂટશે નહીં અને બનશે નહીંતો શાસકોને રૂપિયા કયાથી મળશે. અને જો ડામર મહાનગર પાલિકા આપી રહી છે તેને લઇને કોન્ટ્રાકટરો કટકી કરવા ડામર ઓછો રોડપર નાખે છે જેને લઇને આ સમસ્યા ઉભી થાય છે. વિજીલન્સને તપાસ માત્ર નામ પુરતી હોઇ છે ખાલી હજી સુધી વિજીલન્સને આધારે એક પણ કોન્ટ્ટાકટરને સજા આપવામાં આવી નથી.

  શાસકો અને વિપક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સ્થાનીક લોકો પીસાઇ રહ્યા છે. સ્થાનીક લોકોને તુટેલા રસ્તાને કારણે ખુબજ તકલીફો પડે છે. વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતો તેમજ શારીરીક તકલીફો પણ પડતી હઇ છે. મનપા અને શાસકોની રસ્તાઓને લઇને નીતીને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

  હાલમાંતો એવા રોડના સર્વે કરવામાં આવ્યા છે જે નવા હોઇ પરંતુ 100 KM જેટલા જુના રસ્તાઓને પણ નુકસાન થયું છે. કમીટમેન્ટ હોવા છતા પણ મનપા દ્વારા હજી સુધી એક પણ કોન્ટ્રાકટરો સામે પગલા લેવામાં નથી આવ્યા તે મહત્વની વાત છે . બસ અત્યારેતો સુરત શહેરના માર્ગો પર ખાડા છે અને લોકો તકલીફને મજાકમાં કહિ રહ્યા છે કે પ્રશાસને જમ્પીંગ રોડ બનાવી આપ્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Damage road, Road, SMC, ખાડો, ગુજરાત, ચોમાસુ, દક્ષિણ ગુજરાત, વરસાદ, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन