Home /News /south-gujarat /

સુરત : વધુ 281 વ્યક્તિ Coronaની ઝપટમાં, 296 દર્દી સાજા થયા, સૌથી વધુ કેસ અઠવા-વરાછામાં

સુરત : વધુ 281 વ્યક્તિ Coronaની ઝપટમાં, 296 દર્દી સાજા થયા, સૌથી વધુ કેસ અઠવા-વરાછામાં

જાણો શહેરના જુદા જુદા ઝોનમાં અને જિલ્લાના તાલુકાઓમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા, આજે વધુ 4 દર્દીના થયા દુ:ખદ નિધન

જાણો શહેરના જુદા જુદા ઝોનમાં અને જિલ્લાના તાલુકાઓમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા, આજે વધુ 4 દર્દીના થયા દુ:ખદ નિધન

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 281 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા (6-10-2020 Surat Corona cases) તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 174 જયારે ગ્રામીણ વિસ્તારમાં 107 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  30852 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 949 પર પહોંચ્યો છે, તેવામાં આજે 296 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 281
દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 174  કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 22555 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 107  કેસ સાથે દર્દી સંખ્યા 8297 પર પહોંચી છે.

આ પણ વાંચો :  દમણથી દારૂ ભરી રાજકોટ જઈ રહેલ દંપતી ઝડપાયું, પતિ બોલ્યો, 'સમયની મજબૂરી છે સાહેબ'

કુલ દર્દી સંખ્યા 30852 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 949  થયો છે. જેમાંથી  264 મૃત્યુ જિલ્લાના છે અને 685 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 189 જ્યારે જિલ્લામાં આજે 107  દર્દીને રજા આપતા, કુલ 296 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 27465 જેમાં શહેર વિસ્તારમાં  20469  જયારે ગ્રામ્ય વિસ્તારના 6995  દર્દી છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ? આજે સેન્ટ્રલ ઝોન 10 , વરાછા-એ ઝોનમાં 16. વરાછા-બી2માં  25,  રાંદેર ઝોન 27  કતારગામ ઝોનમાં 30 લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 14 અને અથવા ઝોનમાં 41  કેસ નોંધાયા. આમ વરાછાના બંને ઝોનના 41 અને અઠવાના 41 મળીને કુલ 82 કેસ તો શહેરના બે ઝોનમાંથી જ આવ્યા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં Coronaના 1335 નવા કેસ, 1473 દર્દી સાજા થયા, કુલ કેસનો આંકડો 1.45 લાખને પાર

જિલ્લામાં  ચોર્યાસીમાં 23, ઓલપાડમાં 12, કામરેજ 18,  પલસાણા 11 બારડોલી 23 ,મહુવા 4 માંડવી 6 અને માંગરોળ 10 અને ઉમરપાડા 0 કેસ આવ્યા છે. સુરતમાં જિલ્લામાં પણ કેસની સંખ્યા વધી રહી છે, જોકે, તેની સામે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા પણ વધી રહી છે પરંતુ હવે લોકો સામે કોરોના સામે ટકી રહેવાનો જ પડકાર છે.
Published by:Jay Mishra
First published:

Tags: Corona virus deaths in Gujarat, Coronavirus cases in Gujarat, COVID19, Surat corona updates

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन