સુરતના સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ આપવાની માંગ; બપોર સુધી શહેરમાં 21 નવા કેસ, 1 મોત


Updated: May 27, 2020, 3:38 PM IST
સુરતના સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ આપવાની માંગ; બપોર સુધી શહેરમાં 21 નવા કેસ, 1 મોત
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો.

સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,442 પર પહોંચી, સુરતના સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ આપવાની માંગ તેજ બની.

  • Share this:
સુરત : લૉકડાઉન-04માં સેન્ટ્રલ ઝોનને બાદ કરી અન્ય ઝોનમાં છૂટછાટ આપવામાં આવી છે. છૂટછાટને કારણે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા નોકરીયાત, સિનીયર સિટિઝનોને આપવામાં આવતું ભોજન સંદતર બંધ થઇ ગયું છે. સેન્ટ્રલ ઝોનમાં એક લાખ કરતા વધુ ઘરો અને પાંચ લાખ કરતા વધુ વસ્તી લૉકડાઉનમાં ઘરમાં જ ફસાયેલા છે. પરીણામે સેન્ટ્રલ ઝોનમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવે એવી રજુઆત સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ સુરતમાં બુધવારે બપોર સુધીમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોધાયા છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,442 કેસ નોંધાયા છે. આજે વધુ એક મોત સાથે કુલ મૃત્યુઆંક 65 પર પહોંચ્યો છે.

મધ્ય ઝોનમાં છૂટછાટની માંગ

અરવિંદ રાણાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરતા કહ્યુ હતુ કે, છેલ્લા 60 દિવસથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા લોકો લૉકડાઉનનું પાલન કરી રહ્યા છે. 100 ટકા લૉકડાઉન હોવાને કારણે હવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હવે પ્રજા કોરોનાને બદલે કામધધા, રોજી-રોજગાર વગર રસ્તે આવી જાય તેવી ભયાનક પરિ‌સ્થિતિ છે.આ પણ વાંચો :  છોટાઉદેપુરમાં યુવતીને તાલિબાની સજા, એક યુવકે પકડી રાખી અને બે લોકોએ ઢોર માર માર્યો

વધુમાં તેમણે કહ્યુ હતુ કે, પ્રથમ લોકડાઉન શરૂ થયું ત્યારે મનપા દ્વારા ભોજન-કીટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચોથા લૉકડાઉન અંતર્ગત 19મી મેથી સુરત શહેરમાં અન્ય તમામ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા-રોજગાર માટે છૂટછાટો મળી છે. પરંતુ આખા સેન્ટ્રલ ઝોનમાં કોઇપણ છૂટછાટ મળી નથી. આ ઉપરાંત સ્થાનિક રહીશોને આપવામાં આવતું ભોજન પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. 

આ પણ વાંચો :  કોરોના મહામારીમાં કામગીરી અંગે માહિતી આપતા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કેમ બંધ કરી?

સેન્ટ્રલ ઝોનના કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા લોકો અન્ય વિસ્તારમાં નોકરી, કામ અર્થે અન્ય ઝોનમાં જઇ શકતા નથી. સુરત શહેરમાં ગઇકાલ સુધી 8 ઝોનમાં કોરોનાના કુલ 1,309 કરતા વધુ પોઝિટિવ કેસોમાં એક્ટિવ સારવાર લઇ રહેલા 324થી વધુ દર્દીઓ છે. જેમા સેન્ટ્રલ ઝોનમાં પોઝિટીવ 178 કેસો છે. જ્યારે એકટીવ સારવાર લઇ રહેલા 35 દર્દીઓ જ છે.

સુરતમાં કોરોનાના દર્દીની સંખ્યા 1,442 પર પહોંચી

રાજ્યના ડાયમંડ કેપિટલ સુરતમાં બુધવારે બપોર સુધીમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 1,442 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર એ છે કે શહેર અને જિલ્લામાંથી આજે 37 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. આમ સુરતમાં ધીરે ધીરે કોરોના વાયરસના દર્દીઓ સાજા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  લો બોલો! ગુજરાત હાઇકોર્ટની ફટકાર પછી રાજ્યમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધવાને બદલે ઘટી

લીંબાયત ઝોનના હૉટસ્પોટ માનદરવાજા ખાતે રહેતા 55 વર્ષીય મહેશભાઈ બ્રીજલાલ રાણાને કોરોનાની સારવાર માટે ગત 13મીના રોજ સવારે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. મહેશભાઈનું આજે મળસ્કે મોત નીપજ્યું હતું.

સુરત મહાનગરપાલિકામાં દ્વારા કતારગામ નોર્થ ઝોનના અમરોલી ચાર રસ્તાથી અમરોલી ગામ તરફ જતાં રસ્તાની બંને બાજુએ આવેલા નિર્મળ નગર, રંગનગર, દેવઆશિષ, આંબાવાડી, વર્ધમાન, વિજયનગર, દિલીપનગર, ગીતાનગર સહિતની સોસાયટીઓ તેમજ દુર્લભ કોલોની, જૂના અને નવો હળપતિવાસ, ખડી મહોલ્લો, ઇન્દિરાનગર, મંદિર સ્ટ્રીટ, પ્રજાપતિ સમાજની વાડી વિગેરે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. અહીં 2,750 ઘરોમાં રહેતા 11,105 લોકોને ફરજીયાત હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading