Video: સુરતના ભીમપોરમાં મંદિરમાં હનુમાનના દર્શન કરવા કપિરાજ આવે છે

News18 Gujarati
Updated: July 15, 2019, 5:02 PM IST
Video: સુરતના ભીમપોરમાં મંદિરમાં હનુમાનના દર્શન કરવા કપિરાજ આવે છે
મંદિરમાં દર્શન કરતા કપિરાજની તસવીર

આ વીડિયો 13 જુલાઈનો હોવાનું માનવામાં આવે છે. અને આ વીડિયો સુરતના ભીમપોર વિસ્તારમાં આવેલા ભગવાન હનુમાનના મંદિરનો છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સામાન્ય રીતે માણસ મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરે છે. અને પ્રસાદ લઇને પોતાના કામે લાગતા હોય છે. પરંતુ સુરતના એક મંદિરમાં કપિરાજ હનુમાનના મંદિરમાં દર્શન કરવા આવે છે અને પ્રસાદ લઇને જાય છે. આ ઘટના કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 13 જુલાઈનો હોવાનું માનવામાં આવે છે. અને આ વીડિયો સુરતના ભીમપોર વિસ્તારમાં આવેલા ભગવાન હનુમાનના મંદિરનો છે. જ્યાં એક કપિરાજ ભગવાનના દર્શન કરીને પ્રસાદી લઇને જાય છે.

વીડિયોમાં દેખાય છે એમ એક કપિવાર ભગવાન હનુમાનના ગર્ભગૃહમાં જઇને બેઠા છે. અને ભગવાનના દર્શન કરે છે. જેમ મનુષ્યો દર્શન કરે એવી જ રીતે દર્શન કરે છે અને પ્રસાદી પણ ગ્રહણ કરીને જાયે છે.

મંદિરમાં આવેલા બીજા ભક્તો પૈકી એક ભક્તે આ સમગ્ર દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
First published: July 15, 2019, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading