Home /News /south-gujarat /

Moneycontrol બન્યું નંબર-1 ન્યૂઝ પ્લેટફૉર્મ, ઇકોનૉમિક ટાઇમ્સને પછાડ્યું

Moneycontrol બન્યું નંબર-1 ન્યૂઝ પ્લેટફૉર્મ, ઇકોનૉમિક ટાઇમ્સને પછાડ્યું

મનીકંટ્રોલ નંબર-1 ન્યૂઝ પ્લેટફોર્મ.

Moneycontrol beats The Economic Times: મનીકંટ્રોલના 42.39 મિલિયન યૂનિક વિજિટર્સની સંખ્યાએ ધ ઇકોનૉમિક ટાઇમ્સ (41.65 મલિયન)ને પાછળ રાખી દીધું છે. મનીકંટ્રોલના કુલ 378 મિલિયન વ્યૂઝ ધ ઇકોનૉમિક ટાઇમ્સ (192 મિલિયન)થી 97 ટકા વધારે છે.

    નવી દિલ્હી: મનીકંટ્રોલ (Moneycontrol) ભારતની નંબર-1 ફાઇનાન્સિયલ ન્યૂઝ પ્લેટફોર્મ બની ગયું છે. બજાર અને બિઝનેસ અંગે તાજા અને સટિક જાણકારી મેળવવા માટે લોકો સૌથી પહેલા મનીકંટ્રોલ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. મનીકંટ્રોલે ઇકોનૉમિક ટાઇમ્સ (ET)ને પાછળ છોડતા પ્રથમ સ્થાન મેળવ્યું છે. કૉમસ્કોર મલ્ટીપ્લેટફૉર્મ (ઇન્ડિયા)ના ફેબ્રુઆરી 2022ના એક રિપોર્ટ પ્રમાણે, મનીકંટ્રોલ આંકડાના દરેક પેરામીટર પર ધ ઇકોનૉમિક ટાઇમ્સથી આગળ છે. ભારતના સૌથી મોટા ફાઇનાન્સિયલ ન્યૂઝ પ્લેટફોર્મ મનીકંટ્રોલના યૂઝર્સમાં વધારો થવાની સાથે સાથે પેજ પર એવરેજ ટાઇમ સ્પેન્ટ (Average time spent on the page)માં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. બંને સતત વધી રહ્યા છે.

    Comscore Report પ્રમાણે, મનીકંટ્રોલે ધ ઇકોનૉમિક ટાઇમ્સને યૂનિક વિજિટર્સ (UVs), એવરેજ ટાઇમ સ્પેન્ટ સહિત અન્ય મુખ્ય ટ્રાફિક માપદંડોમાં પછાડી દીધું છે. આ રીતે મનીકંટ્રોલ દેશનું સૌથી વિશ્વાસપાત્ર ફાઇનાન્સિયલ ન્યૂઝ પ્લેટફોર્મ બની ગયું છે.

    નંબર્સમાં મનીકંટ્રોલ બહુ આગળ


    મનીકંટ્રોલના 42.39 મિલિયન યૂનિક વિજિટર્સની સંખ્યાએ ધ ઇકોનૉમિક ટાઇમ્સ (41.65 મલિયન)ને પાછળ રાખી દીધું છે. મનીકંટ્રોલના કુલ 378 મિલિયન વ્યૂઝ ધ ઇકોનૉમિક ટાઇમ્સ (192 મિલિયન)થી 97 ટકા વધારે છે. મનીકંટ્રોલના 1,382 મિનિટનો ટોટલ ટાઇમ સ્પેન્ટ (કૉમસ્કોરમાં કુલ મિનિટ) ધ ઇકોનૉમિક ટાઇમ્સના 322 મિનિટથી 329 ટકા વધારે છે. વિજિટર્સ પેજ પર 32.6 મિનિટ વિતાવે છે, જે ઇકોનૉમિક ટાઇમ્સ (7.7)થી 323 ટકાથી વધારે છે. નંબર્સ ક્યારેય ખોટું નથી બોલતા. આ નંબર્સ એ વાતની સાબિતી છે કે યૂઝર્સ મનીકંટ્રોલ પર સૌથી વધારે વિશ્વાસ કરે છે.



    આ આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે અનિશ્ચિતતાના સમયમાં બિઝનેસ અને ફાઇનાન્સિયલ સમાચારોમાં રસ ધરાવતા યૂઝર્સ મનીકંટ્રોલ તરફ વધારે ઢળેલા રહ્યા હતા. મનીકંટ્રોલ પર તેમને સમયસર બ્રેકિંગ ન્યૂઝની સાથે સાથે ઊંડું વિશ્લેષણ અને શાર્પ કૉમેન્ટ્રી મળે છે.

    બજેટમાં પણ મનપસંદ પ્લેટફોર્મ બન્યું હતું મનીકંટ્રોલ


    બજેટ 2022-23 રજૂ કરવામાં આવ્યા દરમિયાન 1 ફેબ્રુઆરીના રોજ મનીકંટ્રોલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. એ દિવસે પણ બિઝનેસ ન્યૂઝ ટ્રેક કરતા લોકોએ મનીકંટ્રોલ પર ભરોસો વ્યક્ત કર્યો હતો. બજેટ માટે મનીકંટ્રોલે એક માઇક્રોસાઇટ ડિઝાઇન રજૂ કરી હતી, જેના પર દરેક સૂચના સમયસર આપવામાં આવતી હતી.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ કરે છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Moneycontrol, Share market, સમાચાર

    આગામી સમાચાર