સુરત: વ્યાજખોરનો આતંક, 'પેનલ્ટી સાથે પૈસા ચુકવ્યા, તો પણ ફાયનાન્સર મુન્નો મારી નાખવાની ધમકી આપે છે'

સુરત: વ્યાજખોરનો આતંક, 'પેનલ્ટી સાથે પૈસા ચુકવ્યા, તો પણ ફાયનાન્સર મુન્નો મારી નાખવાની ધમકી આપે છે'
પ્રતિકાત્મક તસવીર

પૈસા વ્યાજ અને પેનલ્ટી સાથે ચુકવી આપ્યા છે, છતાંયે મુન્ના જાગરાણા વરાછા, મારુતીચોક ઘનશ્યામનગર ખાતે રહેતા હીરલ ઉફે હીરલો અને ગોપી રાજપુત સાથે મળી ઍક મહિનાથી વધુ રૂપિયા ૬૦ હજારની માંગણી કરી

  • Share this:
સુરત : રાજ્યના મોટાભાગના શહેરોમાં વ્યાજખોરોનો આતંક ખુબ વધી ગયો છે, વ્યાજના ચકેડામાં અનેક લોકોએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી ચુકી છે, પોલીસ આવા વ્યાજખોરો સામે કડક પગલા ભરવાની વાતો કરે છે, પરંતુ વ્યાજખોરોને પોલીસનો કોઈ ડર જ નથી. સુરતમાં આવા જ એક વ્યાજખોરના આતંકની ફરિયાદ સામે આવી છે, જેમાં ફરિયાદીએ વ્યાજ પર લીધેલા પૈસા પેનલ્ટી સાથે ચુકવી દીધા બાદ પણ ફાયનાન્સરો દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની દમકી આપવામાં આવી છે.

સરથાણા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજે લીધેલા રૂપિ.યા ૪૫ હજાર વ્યાજ અને પેનલ્ટી સાથે ચુકવી આપ્યા હોવા છતાંયે ફાયનાન્સર દ્વારા વધુ રૂપિયા ૬૦ હજારની માંગણી કરી તેના બે સાગરીતો મારફતે અવાર નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.સુરતના સરથાણા પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા પિયુષ દિનેશભાઈ તળાવીયા (ઉ.વ.૦) ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિયુષે કાપોદ્રા રામરાજય સોસાયટીમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા મુન્ના જાગરામા પાસેથી રૂપિયા ૪૫ હજાર લીધા હતા, જે પૈસા વ્યાજ અને પેનલ્ટી સાથે ચુકવી આપ્યા છે, છતાંયે મુન્ના જાગરાણા વરાછા, મારુતીચોક ઘનશ્યામનગર ખાતે રહેતા હીરલ ઉફે હીરલો અને ગોપી રાજપુત સાથે મળી ઍક મહિનાથી વધુ રૂપિયા ૬૦ હજારની માંગણી કરી અવાર નવાર ફોન કરી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

કંટાળી પિયુષે હવે પોલીસનો આશરો લેવાનું નક્કી કર્યું અને પોલીસ સ્ટેશનમાં જઈ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં ફરિયાદ નોંધી ફાયનાન્સર મુન્ના જાગરાણા સહિત ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુરતમાં પૈસાની ુઘરાણીને લઈ હુમલો કરવાની ગટના સામે આવી છે, જેમાં નાનપુરા કાદરશાની નાળ અલીઅકબર ઍપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય અલીશેર ઉર્ફે શેરઅલી ઈસ્માઈલ મલિક ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અલીશેરે ત્રણ વર્ષ પહેલા સગ્રામપુરા પીલીમીટ્ટી સોસાયટીમાં રહેતા જાકીર જરીવાલા પાસેથી રૂપિયા 35 હજાર લીધેલા હતા.જે રૂપિયા અલીશેર મલીકે પરત ચુકવી આપ્યા હતા છતાંયે જાકીર અવાર નવાર ફોન કરી પૈસાની માંગણી કરતો હતો. દરમિયાન અલીશેર ગઈકાલે તેના મિત્ર લાલા ઈસ્માઈલ શેખ અને સાબીર શેખ સાથે છાપરાભાઠા અમરોલી ખાતે ટેમ્પોમાં ભેંસ મુકવા માટે ગયો હતો.

સુરત: દારૂ પીવા બાબતે પિતાએ ઠપકો આપ્યો, તો યુવકે નદીમાં છલાંગ મારી આપઘાત કર્યો

સુરત: દારૂ પીવા બાબતે પિતાએ ઠપકો આપ્યો, તો યુવકે નદીમાં છલાંગ મારી આપઘાત કર્યો

ત્યાંથી પરત આવતો હતો તે વખતે કતારગામ મહેતા પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મોપેટ ઉપર જાકીર જરીવાલા, વસીમ શેખ અને કાલુ લંગડાઍ ટેમ્પો આંતરી ઉભો રાખ્યો હતો. અલીશેરને નીચે ઉતારી જાકીરે હું તને પૈસા માટે ફોન કરુ છુ અને તું મારો ફોન કેમ ઉપાડતો નથી હોવાનું કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ વસીમ અને કાલુએ બંને હાથ પકડી રાખ્યા હતા અને જાકીરે પેન્ટમાંથી છરો કાઢી છાતીના ભાગે ઘા માર્યો હતો. અલીશેર તેમના કબજમાંથી ભાગી પોતાનો જીવ બચાવવા દોડ્યો હતો ત્યારે આરોપીઓ તેનો પીછો કરી હાથના ભાગે ઘા માર્યા હતા. અલીશેરને લોહી નિકળવા લાગતા લોકો ભેગા થવા લાગતા આરોપીઓ રીક્ષામાં બેસી ભાગી ગયા હતા.
Published by:kiran mehta
First published:October 15, 2020, 17:08 pm

ટૉપ ન્યૂઝ