સુરતમાં રોમિયોનો ત્રાસ: 'કાકાના બાઈક પાછળ બેઠી હતી, ટ્રાફિક સિગ્નલ પર એક યુવકે કમરે હાથ ફેરવ્યો', લોકોએ ઝડપ્યો

સુરતમાં રોમિયોનો ત્રાસ: 'કાકાના બાઈક પાછળ બેઠી હતી, ટ્રાફિક સિગ્નલ પર એક યુવકે કમરે હાથ ફેરવ્યો', લોકોએ ઝડપ્યો
પ્રતિકાત્મક તસવીર

મહિલાની એકલતાનો લાભ લઇને છેડતી કરવાની ઘટના સામે આવતી હોય છે પણ આજે એક એક એવી ઘટના સમયે આવી છે, જે જાણીને પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી ગઈ

  • Share this:
સુરત: શહેરમાં લુખ્ખા તત્વોને પોલીસની બીક જ ન રહી હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા પર મારામારી, લૂંટ, હત્યા જેવા ગુનાઓ જાણે સામાન્ય બની ગયા છે, સાથે યુવતીઓ પરિવાર સાથે બહાર નીકળે તો પણ સુરતમાં સુરક્ષીત ન હોય તેવી આજે તો એક ઘટના સામે આવી છે. એક યુવતી પોતાના કાકા સાથે બાઈક પર જઈ રહી ત્યારે એક લંપટ યુવકે ટ્રાફિક સિગ્નલ પર યુવતીના કમરે હાથ ફેરવી શારીરિક છેડતી કરી.

સુરતમાં કાકા સાથે ભત્રીજી દવાખાને જવા નીકળી હતી, ત્યારે કાપોદ્રા ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભા હતા. તે દરમિયાન એક યુવકે યુવતીના કમરના ભાગ હાથ ફેરવીને શારીરિક છેડતી કરી હતી. જેથી ભત્રિજીએ કાકાને સમગ્ર ઘટનાની જાણ કરતાં કાકાએ બુમાબુમ કરતા લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.સુરતમાં સતત મહિલાઓની છેડતી અને તેમાં પણ શારીરિક છેડતીની સતત ઘટના સામે આવી રહી છે. જોકે મહિલાની એકલતાનો લાભ લઇને છેડતી કરવાની ઘટના સામે આવતી હોય છે પણ આજે એક એક એવી ઘટના સમયે આવી છે, જે જાણીને પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી ગઈ હતી. કાપડ વેપાર સાથે જોડાયેલા કાકા પોતાની સગી ભત્રીજીને લઈને આજે દવાખાને જવા માટે પોતાના બાઈક પર નીકળ્યા હતા.

સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, 'શામ કો તુજે ઔર તેરે મરદ કો માર દુંગા'

સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, 'શામ કો તુજે ઔર તેરે મરદ કો માર દુંગા'

આ દરમિયાન જવાહરનગર ચાર રસ્તા પાસે આવેલ ખોડીયાર પાનના ગલ્લાની સામે જાહેર રોડ પર ટ્રાફિક સિગ્નલ હોવાથી કાકાએ પોતાનું બાઈક ઉભું રાખી દીધું હતું. આ દરમિયાન બાઈકમાં કાકાની પાછળ ભત્રિજી બેઠી હતી. જોકે બાજુમાં આવીને એક બાઈક સવારે આ યુવતીના કમરમાં હાથ નાખી તેની છેડતી કરવા લાગ્યો હતો.

ભત્રિજીએ પોતાની સાથે બની રહેલ ઘટના મામલે કાકાને કહેતા કાકાએ બુમાબુમ કરી નાખી હતી, જેને લઈને સ્થાનિક લોકો સાથે ટ્રાફિક પોલીસે તાત્કાલિક દોડી આવી હતી અને આ રોમિયોને ઝડપી પડ્યો હતો અને કાપોદ્રા પોલીસના હવાલે કર્યો હતો. જોકે આ યુવક વિરુદ્દ યુવતીએ શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી, આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવકને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાજુ અઘારા જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:October 13, 2020, 21:57 pm

ટૉપ ન્યૂઝ