દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળ્યો, આપઘાતની આશંકા

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળ્યો, આપઘાતની આશંકા
ફાઇલ તસવીર.

MP Mohanbhai Delkar commits suicide: સાંસદનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આપઘાત કરી લીધો છે.

  • Share this:
    અમદાવાદ: ગુજરાતના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra and Nagar Haveli)ના સાંસદ મોહન ડેલકર (Mohanbhai Delkar)નો મુંબઈ (Mumbai) ખાતેથી મૃતદેહ મળી આવ્યો છે. સાંસદનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આપઘાત (Suicide)કરી લીધો છે. મોહન ડેલકર સાત વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલતમાં તેઓ અપક્ષ સાસંદ છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની એક હોટલ કે જેનું નામ સી ગ્રીન છે તેમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ હોટલ મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    પોલીસને હોટલમાંથી ગુજરાતીમાં લખેલી એક સુસાઇડ નોટ મળી છે. આ સુસાઇડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે જાણવા મળ્યું નથી. મરીન ડ્રાઇવ સ્થિત હોટલમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ મુંબઈ પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ કેસ આપઘાતનો હોવાનું લાગી રહ્યું છે. જોકે, પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી.



    મોહન ડેલકરની ઉંમર 58 વર્ષ હતી. તેઓ દાદરા અને નગર હવેલી લોકસભા વિસ્તારમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં ડેલકર પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદમાં તેઓ સાત વખત સાંસદ બન્યા હતા. મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી પણ સાંસદ ચૂંટાયા હતા. 2009ના વર્ષમાં તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયા હતા. જોકે, 2019ની લોકસભાની ચૂંટણી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી અને વિજેતા થયા હતા.

    1889 અપક્ષ તરીકે ચૂંટાયા.
    1991 કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા.
    1996 કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા.
    1998 ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા.
    1999 ભારતીય નવશક્તિ પાર્ટીમાંથી ચૂંટાયા.
    2004 ભારતીય નવશક્તિ પાર્ટીમાંથી ચૂંટાયા.
    2019 અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા.

    2019ની ચૂંટણી પહેલા કૉંગ્રેસ પાર્ટી છોડી હતી

    2019ની લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસનાં મોટા નેતા મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે તે સમયે તેમણે જણાવ્યું હતુ કે, 'હું કોઇ જ પાર્ટીથી નારાજ નથી પરંતુ દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો છે.' મોહન ડેલકરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત પર જણાવ્યું હતુ કે, '6 મહિનાથી લોકોનો અભિપ્રાય લઇ રહ્યો છું. જે પછી જ કૉંગ્રેસ છોડીને અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે. આજે મેં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખનાં હોદ્દા પરથી રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:February 22, 2021, 15:42 pm

    ટૉપ ન્યૂઝ