સુરત : મોબાઈલ સ્નેચરોનું Lockdown પૂર્ણ, રેલવેના ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી રફૂચક્કર


Updated: May 28, 2020, 7:28 PM IST
સુરત : મોબાઈલ સ્નેચરોનું Lockdown પૂર્ણ, રેલવેના ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી રફૂચક્કર
પ્રતિકાત્મક તસવીર

ઘર પાસે કચરો નાખી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલ મોબાઈલ સનેચર આ ડાઈવરનો મોબાઈલ લઇને બાઇક પર ભાગી છૂટ્યા હતા

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને લોકડાઉન વચ્ચે સુરતમાં મોબાઈલ સનેચરો છેલ્લા કેટલાક દિવસ શાંત બેઠા હતા, પણ જેવી લોકડાઉનમાં છૂટછાટ મળતા ફરી સક્રિય થયા છે અને ત્યારે અમરોલી વિસ્તારમાં રહેતા રેલવેમાં એન્જીન ડાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોતાના ઘર પાસે કચરો નાખી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલ મોબાઈલ સનેચર આ ડાઈવરનો મોબાઈલ લઇને બાઇક પર ભાગી છૂટ્યા હતા. આ મામલે રેલવે કર્મચારી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કોરોના વાઇરસને લઇને લાંબા સમયથી ચાલી રહેલ લોકડાઉન વચ્ચે સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બનેલા મોબાઈલ સનેચર શાંતિથી બેઠા હતા, પણ હાલમાં ચોથો તબક્કો ચાલી રહ્યો છે અને સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા દરમ્યાન કરફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન શહેરમાં ધીમે-ધીમે ગુનાખોરી વકરી રહી છે ત્યારે ફરી એક વાર શહેરમાં મોબાઈલ સનેચર સક્રિય થયા છે.

અમરોલીના શ્યામ દર્શન કોમ્પ્લેક્ષમાં રહેતા અને પશ્ચિમ રેલવેમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હરીશ ડાહ્યાભાઇ પરમાર ગતરોજ પોતાના ઘર નજીક કચરો નાંખવા કોમ્પ્લેક્ષની બહાર આવ્યા હતા. કચરો નાંખી તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે મોબાઇલમાં મેસેજ રીડ કરી રહ્યા હતા તે સમયે સ્પેલન્ડર મોટરસાઇકલ પર બે મોબાઈલ સ્નેચરો ઘસી આવ્યા હતા. જે માંથી પાછળ બેસેલા સ્નેચરે હરીશભાઇના હાથમાંથી સેમસંગ કંપનીનો રૂ. 19 હજારની કિંમતનો મોબાઇલ ફોન આંચકી લઇ મોટરસાઇકલ પુર ઝડપે હંકારી અમરોલી ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા જેને લઇને આ રેલવે કર્મચારી તતાકાલિક અમરોલી પોલીસ મથકે દોડી જઈને આ મામલે મોબાઈલ સનેચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આમામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જોકે મોબાઈલ સનેચર સુરત પોલીસ માટે માથાનો દુખાવો બન્યા હતા જોકે દરોજ મોબાઈલ સ્નેચીગની દરોજ 15 જેટલી ફરિયાદ પોલીસ ચોપડે નોંધતી હતી, પણ લોકડાઉનને લઇને મોબાઈલ સ્નેચીગ ઘટના બનતી અટકી ગઈ હતી જેને લઇને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પણ લોકડાઉન ખુલતા જ ફરી આ તસ્કરો સક્રિય થતા ફરી એક વાર સુરત પોલીસના માથાનો દુખાવો બને તેવું લાગી રહ્યું છે
First published: May 28, 2020, 7:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading