સુરત: રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવો જોખમ બન્યું, મોબાઈલ સ્નેચર ફરી સક્રિય

News18 Gujarati
Updated: October 29, 2019, 8:55 PM IST
સુરત: રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવો જોખમ બન્યું, મોબાઈલ સ્નેચર ફરી સક્રિય
રાજ્યના તમામ શહેરોમાં મોબાઈલ સનેચર હાલ પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની ગયા છે.

રાજ્યના તમામ શહેરોમાં મોબાઈલ સનેચર હાલ પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની ગયા છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: રાજ્યના તમામ મોટા શહેરેમાં મોબાઈલ સ્નેચરોનો આતંક ખુબ વધી ગયો છે. હવે તો રસ્તા પર મોબાઈલ પર વાત કરવી કે મોબાઈલ હાથમાં પકડીને ચાલવું પણ જોખમ બની ગયું છે. સુરત શહેરમાં પણ રોડ પર મોબાઈલ પર વાત કરતા જાવ ત્યારે નજીકમાંથી પસાર થતા બાઈક ચાલકથી ચેતજો કારણ કે, સુરતના રસ્તા પર મોબાઈલ સ્નેચર ગેંગ ફરી સક્રિય થઈ છે.

સુરતના રસ્તા પર મોબાઈલ લઈને જતા હોવ છો ત્યારે બાઈક પર આવીને પળભરમાં મોબાઇલ સ્નેચિંગ કરી બાઈક સવાર ભાગી છુટ્ટતા હોય છે. આ બાબતે પોલીસ દ્વારા સઘન પેટ્રોંલીગ પણ કરવામાં આવે છે, છતાંય આ ઈસમો પોલીસ ના હાથમાં આવતા નથી. માત્ર સુરત જ નહી રાજ્યના તમામ શહેરોમાં મોબાઈલ સનેચર હાલ પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની ગયા છે.

ગતરોજ વરાછા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા એક યુવાનના હાથમાં રહેલો મોબાઇલ ફોન બાઈક પર આવેલ એક ઈસમ જોત જોતામાં લઈને રફૂચક્કર થઈ જાય ગયો. આ ઘટના માત્ર 8 સેકેડમાં જ થાય છે, સમગ્ર ઘટના નજીકની એક શોપના કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ગુમાવનાર યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી.ઉલ્લેખનીય છે કે, ચોર ટોળકીઓ હવે મોબાઈલ સ્નેચિંગના ધંધામાં વધારે સક્રિય થઈ ગઈ છે. તમારી થોડી બેદરકારી તમારો મોંઘો ફોન લૂંટાવી શકે છે. મોટાભાગના મોબાઈલ સ્નેચરો ચોરીના બાઈકનો ઉપયોગ કરતા હોય છે, અને ચાલતા ચાલતા મોબાઈલનો ઉપયોગ કરતા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ છીનવી રફૂચક્કર થઈ જાય છે.
First published: October 29, 2019
વધુ વાંચો
अगली ख़बर