Home /News /south-gujarat /Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

સીસીટીવી પરની તસવીર

Surat Crime News: પુણા વિસ્તારમાં (puna area) મોબઈલની દુકાના ચલાવતા (mobile shop) વેપારીને ત્યાં ત્રણે ઇસમોએ બંધુકની અણીએ લુટ (Gun point loot) ચલાવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતઃ સુરત શહેરના (surat news) પુણા વિસ્તારમાં (puna area) મોબઈલની દુકાના ચલાવતા (mobile shop) વેપારીને ત્યાં ત્રણે ઇસમોએ બંધુકની અણીએ લુટ (Gun point loot) ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં રોકડા રૂપિયા લુંટી ફરાર થતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં (loots cctv) કેદ થઇ જવા પામ્યા હતા જે મામલે પુણા પોલીસે લુટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગુનેગારો બેફામ બની ગયા છે અને ગૃહમંત્રીના શહેરમાં આ પ્રકારનો ક્રાઈમ રેશિયો વધતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે વધુ એક ઘટના બનવા પામી હતી. સુરતના પુણા વિસ્તારમાં આવેલ શિવાજી નગર સોસાયટીમાં આવેલ જયમાં શીતલા નામની મોબાઈલની દુકાનમાં લુંટની ઘટના બનવા પામી હતી.

જેમાં ત્રણ લુંટારુઓ દુકાનમાં આવ્યા હતા અને દેશી હાથ બનાવટના તમંચા સાથે દુકાનદારને ધમકાવીને રોકડા રૂપિયાની લુટ ચલાવી બાઈક પર ફરાર થઇ ગયા હતા જે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જે ઘટનાને પગલે ભોગબનનાર દુકાનદાર રાહુલ બધેલએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે લુંટનો ગુનો નોંધી ત્રણેય આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.



ઉલ્લેખનીય છે કે લૂંટની એક ઘટના બની હતી. સુરતના વરાછા પોલીસ મથકની સામે આવેલા સેન્ટ્રલ બાઝારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાંથી હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગયી હતી અને તપાસ શરુ કરી હતી. બીજી તરફ હૈદરાબાદનો વેપારી પોલીસ મથકેથી નાટ્યત્મ્ક રીતે પોલીસ ફરિયાદ નોંધાવ્યા વિના ગુમ થઇ ગયો હતો. જોકે વેપારી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હૈદરાબાદના વેપારી વિનય નવીનભાઈ જૈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર એજન્ટ લક્ષ્મીનારાયણને પી.કે.ઝા તથા તેનાં એજન્ટ સુમન તથા સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ અમારે ક્રીપ્ટોકરંસીમાં રોકાણ કરવાનું હોય અને તેઓ વિનયભાઈને કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી બાંહેધરી પી.કે.ઝા તથા સુમન તથા સાર્થકે આપતાં તેઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ આ અંગેનો પ્લાન સુરતમાં કરી વિનયભાઈએ તેમના સગાસબંધીઓ પાસેથી મેળવેલ રૂપિયા આંગડીયા ક્રીપ્ટોકરંસીનું રોકાણ કરવા માટે રૂપિયા 2 કરોડ ગણી આપ્યા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

તે છતા તેઓએ તેનાં પ્લાન મુજબ ફરીયાદીના એજન્ટ લક્ષ્મીનારાયણનાં ખાતામાં ટ્રાન્સફર નહી કરી પિન્ટુ કુમાર ઝા તથા અમીત તથા સુમનસીંગએ અગાઉથી કરેલ પૂર્વ આયોજીત કાવતરા મુજબ મધુકર, રાકેશ, રાજુ, વીકી તથા શહારૂખ વ્હોરા તથા બીજા અજાણ્યા ઇસમો સાથેનાં માણસો દ્રારા મારામારી કરી રોકડા રૂપિયા 2 કરોડની લૂંટ કરી ભાગી ગયા છે.

આ પણ વાંચોઃ-Silvassa News: કમકમાટી ભરી ઘટના! મશીનમાં આવી જ તાં કામદારનુ મોત, cctv video viral

આ મામલે વરાછા પોલીસે ગુનો નોધી તપાસ પણ શરુ કરી છે. બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, 7થી 8 જેટલા ઈસમો રૂપિયા ભરેલી બેગ લઈને ભાગતા નજરે ચડી રહ્યા છે. આ ઘટનામાં આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો ધમધ્માટ પણ શરુ કર્યો છે. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે આ મામલે ફરિયાદ લઇ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાા મળી છે.
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati news, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો