સુરત : ટોળાએ મહિલાના ઘર પર હુમલો કરી લૂંટ ચલાવી,આતંકની ઘટના CCTVમાં કેદ

સુરત : ટોળાએ મહિલાના ઘર પર હુમલો કરી લૂંટ ચલાવી,આતંકની ઘટના CCTVમાં કેદ
સુરતમાં મહિલાના ઘરમાં વ્હેમ રાખીને ટોળાનો હુમલો, માથાભારે લોકોએ લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ

Surat Bhestan Loot CCTV : મહિલાના ઘરે ટોળા એ હુમલો અને લૂંટ કરી છતાં ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ યોગ્ય રીતે દાખલ ન કરી હોવાનો આક્ષેપ પરિવાર પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી આવ્યા

  • Share this:
સુરત : સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી  મહિલાના (Mob attack)ઘરે ટોળા એ હુમલો અને લૂંટ (Loot) કરી છતાં ભેસ્તાન પોલીસે (Bhestan Police) મહિલાની ફરિયાદ યોગ્ય રીતે દાખલ ન કરતા પરિવાર પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી આવ્યા. ભેસ્તાન ખાતે રહેતા આ પરિવારને ધરે દીકરીના નિકાહ ટૂંક સમયમાં થવાના હોવાથી દીકરીના કરિયાવર તમામ ભેગો કરી લીધો હતો ત્યારે મહિલાના ઘરે અસામાજિક તત્વોએ ધરે પહોંચી હુમલો કરી ઘરમાં તોડફોડ કરી 52000 રૂપિયા લૂંટ ચલાવી હતી. ડિંડોલી પોલીસ યોગ્ય ન્યાય નહીં કરતા મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના છેવાડાના ભેસ્તાન ખાતે પોતાના ભાઈને મારીને રેલવે પટરી પર ફેંકી દીધો હોવાના શકના આધારે મૃતકના ત્રણ ભાઈઓ લાકડી, તલવાર લઈને ભેસ્તાન ખાતે રહેતા સોહેબ લાલના ઘરે પહોંચી ગયા હતા અને ઘરમાં તોડફોડ કરી 52000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરી તરનુમના લગ્ન હોય જેથી તેના માટે ફ્રીજ, એ.સી., વોશીંગ મશીન, સીલાઈ મશીન, કબાટ પલંગ, સોફાસેટ તથા અન્ય સરસામાન ઘરમાં હતો તેની પણ તોડફોડ કરી બીભત્સ ગાળાગાળી કરી દીકરી સાયમાંને લાકડીના ફટકાથી માર માર્યો હતો.આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે ડિંડોલી પોલીસ મથકમાં સઈદ ઉર્ફે ઓગણીસ બસીર શાહ તથા તેનો ભાઈ અસ્લમ કાલીયા તથા અસ્પાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જતાં ડિંડોલી પોલીસે આરોપીઓની સાથેના મેળાપિપણામાં ફરિયાદમાં લૂંટની કલમ તથા અન્ય કલમો લગાડ્યા વગર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નહોતી.

આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

આ પણ વાંચો : સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ યોગ્ય રીતે દાખલ ન કરતા પરિવાર પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી આવ્યાસૂરત દીકરીના લગ્ન નો કરિયાવર અને રોકડની લૂંટ છતાં પોલીસે યોગ્ય ફરિયાદ ન લીધીછે
Published by:Jay Mishra
First published:May 11, 2021, 19:46 pm

ટૉપ ન્યૂઝ