સુરત: દબાણ મુદ્દે ધારાસભ્યએ પત્ર લખી મનપાને 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ


Updated: December 14, 2019, 5:37 PM IST
સુરત: દબાણ મુદ્દે ધારાસભ્યએ પત્ર લખી મનપાને 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ
ધારાસભ્ય હર્ષ સંઘવી (ફાઈલ ફોટો)

અહીંયા છેલ્લા લાંબા સમયથી શાકભાજી અને ફ્રૂટના વેપારી દબાણ કરીને વેપાર કરે છે, જેને લઈને સ્થાનિક લોકોને સૌથી મુશ્કેલી નો સામનો કરવો પડે છે

  • Share this:
સુરતના ધારાસભ્ય દ્વારા મનપા તંત્રને એક પત્ર લખીને 24 કલાકમાં દબાણ હટાવાની ચીમકી આપવામાં આવી છે, પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દબાણ હટાવ સાથે કાયમ માટે તેનો નિકાલ નહી થાય તો આગામી 16 તારીખે કાર્યકર્તા અને સ્થાનિક લોકો સાથે આ દબાણ મુદ્દે હલ્લા બોલનું પણ આયોજન કરવામાં આવશે.

સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા મજુર ગેટથી ભટાર રોડ પર ઉમા ભવન આવેલ છે. અહીંયા છેલ્લા લાંબા સમયથી શાકભાજી અને ફ્રૂટના વેપારી દબાણ કરીને વેપાર કરે છે, જેને લઈને સ્થાનિક લોકોને સૌથી મુશ્કેલી નો સામનો કરવો પડે છે, ત્યારે અવાર-નવાર સ્થાનિક લોકોએ ધારાસભ્યને ફરિયાદ કરી કે, ધારાસભ્ય આ મામલે મનપામાં ફરિયાદ કરે. ફરિયાદ બાદ દબાણ હટાવી લેવામાં આવે છે અને માત્ર બે દિવસમાં ફરી ત્યાં દબાણ જોવા મળે છે. આ મામલે ધારાસભ્યએ જયારે મનપા અધિકારીને પૂછતાં તેમણે કહ્યું કે, તેમની ટીમ કામ કરે જ છે.

આવો જવાબ મળતા જ, ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મહાનગર પાલિકાને એક પત્ર લખીને આગામી 24 કલાકમાં ઉમા ભવન પાસેનું દબાણ કાયમી ધોરણે હટાવવાની ચીમકી આપવામાં આવી છે, સાથે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામગીરીમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહી કરવામાં આવે તો, આગામી 16મીના રોજ પોતાના કાર્યકર અને સ્થાનિક લોકો સાથે આ વિસ્તારના રસ્તા પર ઉતરીને હલ્લા બોલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

ધારાસભ્ય દ્વારા મનપાને લખવામાં આવેલો પત્ર


જોકે ધારાસભ્યનો પત્ર મળતા જ મનપા દ્વારા આજે સવારે આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ દબાણ ફરી ન થાય તે માટેનું આયોજન પણ તંત્રએ કરવાનું છે, ત્યારે ધારાસભ્યના પત્રને લઈને તંત્ર દોડતું થઇ ગયું હતું.
First published: December 14, 2019, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading