સુરત : ડિવોર્સી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ, યુવકે નોકરીની લાલચે ઓફિસ બોલાવી ઈજ્જત લૂંટી

સુરત : ડિવોર્સી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ, યુવકે નોકરીની લાલચે ઓફિસ બોલાવી ઈજ્જત લૂંટી
પ્રતિકાત્મક તસવીર

સુરતના સરથાણા વિસ્તારની ઘટના, ડિવોર્સી યુવતીને નોકરીની લાલચે ઑફિસ બોલાવી યુવકે આચર્યુ કૂકર્મ

  • Share this:

સુરત : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમા ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી ગયો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને નોકરીની લાલચે ઓફિસ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને્ બાદમાં જો આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી એકલી રહેતી યુવતીની મજબૂરીનો લાભ લઈને યુવકે યુવતીની ઇજ્જત લૂંટી હોવાની ઘટનાને પગલે ફરી શહેર શર્મસાર થયું છે.



બનાવની વિગતો એવી છેકે મુંબઈની યુવતીએ સુરતના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નમાં ખટરાગ થતા યુવતીએ છૂટાછેડા લઈ લીધા હતા અને પોતે અલગ રહેવાની શરૂઆત કરી હતી. એક દિવસ તેના નંબર પર એક રોંગ નંબર પરથી ફોન આવ્યો હતો અને ત્યારબાદ સામેની વ્યક્તિ સાથે પરિચય થયો હતો. આ વ્યક્તિએ પોતાની ઓળખ મહેશ ગોહિલ તરીકે આપી હતી.

આ પણ વાંચો :  ભરૂચ : વેલફેર હૉસ્પિટલનું ICU જ બન્યુ 'સ્મશાન,' દર્દી અને સ્ટાફ સહિત 16નાં મોત

રોંગ નંબરથી થયેલી ઓળખમાં યુવતીના આક્ષેપ મુજબ તેને નોકરીની જરૂરિયાત હોવાના કારણે આ યુવકે પોતાની સરથાણા સ્થિતિ સાયોના કોમ્પલેક્ષમાં આવેલી ઑફિસે યુવતીને બોલાવી હતી. નોકરીની લાલચે ગયેલી યુવતી સાથે 22મી માર્ચના રોજ દુષ્કર્મ થયું હોવાની ઘટના ઘટી હતી. યુવતીના આક્ષેપ મુજબ તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ આ ઘટનાની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતો

જોકે, યુવતીએ પોતે હિમ્મત એકઠી કરી અને આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે ગત મોડી રાત્રે પોલીસે આ યુવક વિરુદ્ધ દુષ્કર્મનનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે સરથાણામાં સતત ગુનાહિત કૃત્યો ઘટવાની ઘટનાઓ શરૂ છે. જેના મુદ્દે પોલીસ ત્વરાથી સખ્ત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Published by:Jay Mishra
First published:May 01, 2021, 13:37 pm

ટૉપ ન્યૂઝ