સુરત : જાહેરમાં થૂંકી-માસ્ક ન પહેરી આરોગ્ય કર્મી સાથે દાદાગીરી કરવી એક વ્યક્તિને ભારે પડી


Updated: June 6, 2020, 10:31 PM IST
સુરત : જાહેરમાં થૂંકી-માસ્ક ન પહેરી આરોગ્ય કર્મી સાથે દાદાગીરી કરવી એક વ્યક્તિને ભારે પડી
પ્રતિકાત્મક તસવીર

ઉલટા ચોર કોટવાલ કો દંડે તેવી રીતે મુકેશ રાઠોડે આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી.

  • Share this:
સુરત : જાહેરમાં થૂંકતા અને વગર માસ્કે જાવા મળેલ શખ્સને વરાછા ઝોન-બીના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો પાલન કરવા ટકોર કરાતા જાહેરમાં થૂંકનાર વ્યક્તિએ હાજર કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલ્યા હતા. પરિણામે નાના વરાછા વોર્ડ ઓફિસના આરોગ્ય નિરીક્ષક દેવેન દેસાઇ દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

મનપા તંત્ર દ્વારા જાહેરમાં થૂંકનાર અને માસ્ક વગર ફરતા લોકો સામે શિક્ષાત્મક કામગીરી કરવામા આવે છે અને દંડ વસૂલાય છે. ગત ૪ જૂને વરાછા-બી ઝોન, નાના વરાછા વિસ્તારમાં આવેલ રવિપાર્ક સોસાયટીમાં પોઝિટિવ દરદીને હોસ્પિટલમાં લઇ જવા માટે તથા અન્ય આરોગ્યલક્ષી કામગીરી દરમિયાન મુકેશ પાંચાભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) જાહેરમાં થૂંકતા અને માસ્ક વગર જાવા મળ્યા હતા. પરિણામે આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા મુકેશને કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા ટકોર કરાઇ હતી. પરંતુ ઉલટા ચોર કોટવાલ કો દંડે તેવી રીતે મુકેશ રાઠોડે આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી.

પરિણામે મનપા તંત્ર દ્વારા આઇપીસી ૨૬૯, ૧૮૮, ૫૦૪ અને એપેડેમિક ડિઝિઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૧૩(૧) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મનપા દ્વારા મુકેશને પેહલા સમજાવવામાં પણ આવ્યો હતો , તેમ છતાં તેણે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ મનપા કર્મચારી સાથે બબાલ શરૂ કરી દીધી હતી જેથી ના છૂટકે પોલીસને બોલાવી કાયદેસરની કામગીરી કરવાનો વારો આવ્યો હતો . મનપા દ્વારા તમામ કર્મચારીઓને સંયમ રાખવા સૂચના આપવામાં આવી છે પરંતુ કેટલા કિસ્સામાં આવા કેસ પણ સામે આવે છે .
First published: June 6, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading