સુરતઃ સુરતના (Surat News) હજીરા રોડ પર આવેલા ભાટપોર ગામ વિસ્તારમાં રહેતી હજીરા મેં એક મહિના પહેલા ડુમસ ખાતે માસીને ત્યાં લગ્ન પ્રસંગમાં (Marriage) ગઈ હતી ત્યાં એક યુવક સાથે મિત્રતા (Friendship) થઈ હતી. જોકે આ મિત્રો બિભત્સ મેસેજ મોકલાવતા મિત્રતા તોડી (Breakup friendship) હતી. સગીરાએ મિત્રતા તોડી નાખતા આ યુવાને કિશોરીના મોર્ફ કરેલા નગ્ન ફોટા (Morphed nude photos) મોકલી હેરાન કરતો હતો. આખરે આ મામલે સુરતના ઈચ્છાપુર પોલીસ મથકમાં (Ichchhapur police station) ફરિયાદ નોંધાવી હતી
સુરત માં સતત સાઇબર ક્રાઈમ ની ઘટના વધી રહી છે તેમાં પણ સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને એક વ્યક્તિ બીજા વ્યક્તિ સોસાલમીડિયા પ્લેટફોર્મ બદનામ કરતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે ત્યારે વધુ ફરિયાદ પોલીસ મથકે નોંધવા પામી છે.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ભાટપોર ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો. 8 સુધીનો અભ્યાસ કરનાર સગીરાને મહિના અગાઉ માસીને ત્યાં લગ્નમાં ગઇ હતી ત્યારે તેનો પરિચય નિલેશ રાઠોડ (રહે. ડુમ્મસ, તા. ચોર્યાસી, જિ. સુરત) સાથે થયો હતો.
નિલેશે અવનીને ઇન્સ્ટાગ્રામ પર રીકવેસ્ટ મોકલાવતા બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને તેઓ મોબાઇલ પર વાતચીત પણ કરતા હતા. દરમિયાનમાં નિલેશે બિભત્સ મેસેજ મોકલતા સગીરા આ યુવકની આવી હરકતો ને લઇને મિત્રતા તોડી નાંખી હતી.
જોકે આ કિશોરી મિત્રતા તોડી નાખતા યુવાન ઉશ્કેરાયો હતો અને અકળાયેલા નિલેશે પોતાની સાથે મિત્રતા નહીં રાખે તો તું એકલી મળશે તો હું તને પતાવી દઇશ તેવી ધમકી આપી ગાળો આપી હતી. પરંતુ ગત રાતે નિલેશે સગીરાની ફ્રેન્ડને સગીરાનો મોર્ફ કરેલો નગ્ન ફોટો મોકલાવ્યો હતો.
માત્ર એક મહિનાની મિત્રતામાં નિલેશે મોર્ફ કરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર તેની ફ્રેન્ડને મોકલાવતા ચોંકી જનાર સગીરાએ આ બાબતની જાણ તેની માતાને કરી હતી. માતાએ નિલેશ રાઠોડ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવાન ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પણ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર