ગણેશોત્સવમાં ટાબરિયાએ ચલણી નોટોના હારની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

ગણપતિ બાપાના શણગાર માટે પહેરાવેયાલા ચલણી નોટોના રૂપિયાની હારની ચોરી એક ટાબરિયાએ કરી હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.

News18 Gujarati
Updated: September 9, 2019, 9:13 PM IST
ગણેશોત્સવમાં ટાબરિયાએ ચલણી નોટોના હારની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ
પાંડાલમાં ચોરીના સીસીટીવી
News18 Gujarati
Updated: September 9, 2019, 9:13 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં તસ્કરો ભગવાનને પણ નથી છોડતા ભગવાનનો રૂપિયા વાળા હારની ચોરીની ઘટના સામે આવી છે. મહિધરપુરા ખરાડી શેરી ખાતે ગણપતિ બાપાના શણગાર માટે પહેરાવેયાલા ચલણી નોટોના રૂપિયાની હારની ચોરી એક ટાબરિયાએ કરી હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.

સુરતના મહિધરપુરા ખાતે આવેલ ખરાડી શેરી ખાતે ગણપતિ બાપાની મૂર્તિ અને પડાલને રાત્રિની આરતી બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. બાપાની મૂર્તિ પર ચલણી નોટનો હાર હોવાનું ટાબરિયાના ધ્યાને આવતાં સવારે છ વાગ્યા આસપાસ લોકોની ચહલપહલ નહોતી તે સમયે એક ટાબરિયો બાપાના પંડાલમાં બાકોરૂં પાડીને ઘુસ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ લીંબાયતમાં ગણેશ મહોત્સવમાં ગરબા રમવા મામલે મામાની હત્યા

ચલણી નોટનો હાલ લઈને નીકળી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. સુરતના મોટા ગણપતિના પંડાલમાંથી મોબાઈલ ચોરીની ઘટનાઓ બની રહી હોવાની વચ્ચે ટાબરિયાએ કરેલી ચોરીને લઈને પંડાલના કર્તાહર્તા પોલીસ ફરિયાદ તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે તસ્કરો ભગવાન ને નથી છોડતા અને ભગવાન ની વસ્તુ ની પણ ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...