સુરતઃ અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મંત્રીના પુત્રને ફરજ દરમિયાન અટકાવનાર સુનિતા યાદવ રવિવારે સાંજે સુરત પોલીસ હેડક્વોર્ટર (Surat Police Headquarters) પહોંચ્યા હતા. જ્યાં પોલીસકર્મીઓ દ્વારા સુનિતા યાદવને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સુત્રોએ એ પણ જણાવ્યું હતું કે, સુનિતા યાદવને મીડિયા સાથે વાત કરતા પોલીસ કર્મચારીએ રોકી હતી. ત્યારબાદ સુનિતા યાદવ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થોડી રકઝકના પણ દ્રશ્યો સર્જાયા હતા.
વધુ માહિતી પ્રમાણે સુનિતા યાદવે ટેલિફોનિક વાતમાં મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં સુરત શહેર પોલીસ કમિશ્નરનું તેડું આવ્યું હતું. જેના પગલે તેઓ હેડક્વાર્ટર આવ્યા છે. સાથે સાથે મીડિયાનો જમાવડો પણ હેડક્વોર્ટરે પહોંચ્યો હતો. સુત્રોએ એ પણ જણાવ્યું છે કે સુનિતા યાદવ પોતાનું રાજીનામુ આપવા માટે આવ્યા હશે. હેડક્વોર્ટરની બહાર નીકળ્યા બાદ સુનિતા યાદવ અનેક મોટા ખુલાસા પણ કરવાના હોવાની વાત ચર્ચાઈ રહી છે.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુનિતા યાદવને અંદર લઈ ગયા બાદ થોડા સમય પછી તરત જ સુનિતા ગુસ્સામાં હોય તેમ બહાર નીકળી હતી. જોકે, પોલીસ કર્મચારીઓએ ફરી તેને સમજાવીને અંદર લઈ ગયા હતા.
હેડક્વાર્ટર પહોંચેલી સુનિતા યાદવ
ઉલ્લેખનીય છે કે સુરતમાં (surat) ગતરોજ એક ઓડિયો વાયરલ (Viral audio) થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable sunita yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.
આ મામલે વીડિયો વાયરલ (Viral video of sunita yadav) થયા બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં સુરતના એસીપી સીકે પટેલે તપાસના અંતે મંત્રીના પુત્ર પ્રકાશ અને તેના 6 મિત્રોની અટકાયત (Prakash kanani deatined) કરી હોવાની માહિતી આપી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા આ વાયરલ વીડિયોના મુદ્દે એલઆરડી સુનિતા યાદવે સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના પીએસઆઈની તપાસ બાદ પ્રકાશ કાનાણી અને અન્ય 6 સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ (Complain of curfew violation) દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પ્રકાશ કાનાણીની અટકાયત (Prakash kanani detained) કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાવની વિગત એવી છે કે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી 10.30 વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર